અમેરીકન ડોલર કરન્સી વિશ્વની શ્રેષ્ઠ કરન્સીમાની એક છે. વિશ્વનું માર્કેટ ડોલરની વધઘટ પર નિર્ભર છે. ત્યારે આગામી સમયમાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ થાય તેવા સંકેત વર્તાઇ રહ્યા છે. 16માં બ્રિક્સ સંમેલનમાં ચીન અને રશિયાનાં વડાપ્રધાન વચ્ચે મહત્વની ચર્ચા થશે. જેમાં નવી કરન્સી બજારમાં લાવવાની વિચારણા થશે. ઉલ્લેખનિય છે કે સમગ્ર વિશ્વમાં એક દેશમાંથી બીજા દેશમાં આર્થિક વ્યવહાર કરવા માટે યુએસ ડોલરનું ચલણ સર્વસ્વીકૃત છે. જો કે અમેરિકાની કેટલીક નીતિઓને કારણે બ્રિક્સ દેશ હવે તેમનુ પોતાનું ચલણ અમલમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. રશિયામાં યોજાનાર બ્રિક્સ દેશોની બેઠકમાં બ્રિક્સ ચલણ માટે નિર્ણય લેવાશે. ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત દેશો સહકાર આપશે..
જો નવા ચલણ પર સહમતિ સધાય તો સભ્ય દેશો યુએસ ડોલરના બદલામાં નવા બ્રિક્સ ચલણમાં પરસ્પર આર્થિક વ્યવહાર કરશે. જો બ્રિક્સ દેશ ડોલરને બદલે બ્રિક્સ ચલણમાં આર્થિક વ્યવહાર કરતા થશે તો અમેરિકા અને અમેરિકન કરન્સી માટે મોટો ફટકો સાબિત થશે. વર્તમાન આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરનું વર્ચસ્વ છે. વૈશ્વિક વેપારમાં અમેરિકન ડોલરના ચલણનો ભાગ લગભગ 90 ટકા છે. લગભગ 100 ટકા તેલનો વેપાર યુએસ ડોલરમાં કરે છે. અમેરિકા વિરુદ્ધના આ અભિયાનમાં ચીન, ભારત અને રશિયાને પણ સાથ આપી શકે છે. તેનું સૌથી મોટું કારણ અમેરિકાનું ચીન સાથેનું ટ્રેડ વોર છે. ટ્રેડ વોરને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં હડકંપ મચી જશે. ઉલ્લેખનિય છે કે બિટકોઇન સહીતનાં ચલણને હવે લોકો અપનાવી રહ્યા છે. વ્યવહાર પણ થઇ રહ્યા છે. ઓનલાઇન ગેરકાયદેસર કરન્સી જો માર્કેટમાં કાયદેસર થઇ શકે તો નવી કરન્સી પણ માર્કેટમાં છવાઇ શકે છે. જો નવી ઓફલાઇન બ્રિફ્સ કરન્સી માર્કેટમાં આવશે તો અમેરીકન ડોલરને ચોક્કસ ફટકો પડશે.
નવા ચલણની જરૂરિયાત કેટલી ?
બ્રિક્સ દેશો વચ્ચે નવું ચલણ સ્થાપિત કરવાની ઈચ્છવાના ઘણા કારણો છે. તાજેતરના વૈશ્વિક નાણાકીય પડકારોએ અને યુએસ વિદેશ નીતિઓએ બ્રિક્સ દેશોને નવા ચલણ શોધવા અને બ્રિક્સ દેશ વચ્ચે આર્થિક વ્યવહારની શક્યતા શોધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેઓ યુએસ ડોલર અને યુરો પર વૈશ્વિક અવલંબન ઘટાડીને તેમના પોતાના આર્થિક હિતોને વધુ સારી રીતે સેવા આપવા માંગે છે. હજી સુધી બ્રિક્સ ચલણ અંગે પુષ્ટિ કે તેને અમલમાં લાવવા માટેની તારીખ નથી, પરંતુ બ્રિક્સ દેશોના નેતાઓએ નવા ચલણ અંગેની શક્યતા અંગે વિગતવાર ચર્ચા કરી છે. 2022ના મધ્યમાં યોજાયેલ 14મી બ્રિક્સ સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, બ્રિક્સ દેશો નવી વૈશ્વિક અનામત ચલણ જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે 2023 માં બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પણ બ્રિક્સ ચલણ માટે સમર્થન કર્યું હતું.