ગુજરાતમાં ખેડૂતો બાદ હવે સરકારે ભાડૂતો અને મકાન માલિકો સામે આંખ લાલ કરી છે. ભાડા કરાર ન કરાવનાર મકાન માલિક તથા ભાડુઆત પર ગુજરાત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી છે.
ગુજરાત પોલીસે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ અંગે ડ્રાઈવ હાથ ધરી છે. છેલ્લા 6 દિવસમાં 30,000થી વધુ ઘરોમાં ચેકિંગની કાર્યવાહી કરી છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહી કરનારા કુલ 2,515 ભાડુઆતો અને માલિકો વિરૂધ્ધ પોલીસ કેસ નોંધ્યા છે.
અમદાવાદ શહેરમાં 121, સુરતમાં 192 કેસ કરાયા તો ગાંધીનગરમાં 112 વડોદરામાં 490 અને પંચમહાલમાં 101 કેસ કરાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 236, જૂનાગઢમાં 37, ભાવનગરમાં 10 કેસ કરાયા છે.