ગુજરાત રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી ટોલનાકાથી લઇ અધિકારી અને નકલી પોલીસથી લઇ નકલી જજ સુધી. ભાજપને નકલીનું ગ્રહણ લાગી ગયું છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે. આ કેસની હાલ તપાસ ચાલુ છે. પોલીસ તપાસ દરમિયાન નકલી જજ અને નકલી કોર્ટ પકડાવાના કેસમાં મોટો ખુલાસો થયો છે.
નકલી જજ મોરિસ સામે અગાઉ પણ ગુના નોંધાયા છે. ચાંદખેડામાં એક બંગલાને નકલી દસ્તાવેજ બનાવીને વેચ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે..ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા બાદ હવે અમદાવાદમાં આખે આખી નકલી કોર્ટ ઝડપાઈ છે. અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો છે.