દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની 14મી નેશનલ કોન્ફરન્સનું આયોજન 22 અને 23 ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે.
આ એક ઐતિહાસિક ઘટના પણ છે કારણ કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસની આ મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સ ૧૯ વર્ષ પછી યોજાવા જઈ રહી છે અને તે પણ પ્રથમ વખત ગુજરાતમાં અને પાટનગર ગાંધીનગરમાં
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુરક્ષિત અને સલામત ભારતનું સ્વપ્ન સાકાર કરવા આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ કરશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રના ઘણા મહાનુભાવો પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આ બંને દળોના IAS, GAS, DG, ADG, IG, DIG, SP સહિત રેન્કના ૬૦ થી વધુ વરિષ્ઠ અધિકારીઓ અને દળના ૧૨૦૦ થી વધુ માનદ સભ્યો ખાસ ભાગ લેવા આવશે.
નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોના વડાઓની આ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યત્વે ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ-૨૦૨૪ અને મોડલ હોમગાર્ડ બિલ અને નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોની નીતિઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
આપત્તિ વ્યવસ્થાપન કામગીરીના માર્ગો અને માધ્યમો ઉપરાંત દેશના તમામ રાજ્યોમાં આ બંને દળોની કામગીરીને ટેક્નોલોજી અને આધુનિકતાની મદદથી કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરવામાં આવશે.