આગામી દિવસોમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો બાદ લોકો સૌથી દિવાળી વેકેશન પર બહાર પ્રવાસે જવાનુ વધુ પસંદ કરતા હોય છે. આ વખતે પણ ગુજરાતીઓ દેશ-વિદેશોમાં વેકેશન દરમિયાન પ્રવાસ માટે બુકીંગો કરાવી રહ્યા છે. ખાસ કરીને હોટલ, ટ્રાવેલ બુકીંગ અત્યારથી શરૂ થઇ ગયા છે.
એક બાજુ હોટલ અને ટ્રાવેલ બુકીંગ મોઘુ થવા છતાં પણ ગુજરાતીઓ પ્રવાસનો શોખ માણવાનું ક્યારેય છોડતા નથી. એક અઠવાડિયુ હોય કે પછી વેકેશન હોય, મિત્રો હોય કે પછી પરિવાર સાથે હોય.. લાંબા પ્રવાસનું આયોજન કરી મોજ માણવાનું ક્યારે ભુલતા નથી. ટૂર મેનેજીંગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દિવાળી વેકેશનમાં અંદાજિત 5 લાખથી વધુ ગુજરાતીઓ દેશ- વિદેશના પ્રવાસે જઇ રહ્યા છે.
દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસ માટે અનેક ટૂંર ઓપરેટર્સો પાસે બુકીંગ અને ઇન્કવારી આવી રહી છે. જેમાં 70 ટકા જેટલી ઇન્કવારીઓ ભારતમાં ફરવા માટે આવી રહી છે. તો 30 ટકા ઇન્કવારીઓ વિદેશની ટૂર માટે આવી રહી છે. આ સાથે ગુજરાતીઓમાં લકઝુરિયસ ટ્રાવેલ એક્સપિરિયન્સ ટ્રેન્ડ સૌથી જોવા મળી રહ્યો છે. આ સાથે એડવેન્ચર ટૂર,ક્રુઝ ટૂરના બુકિંગ પણ સારા જોવા મળી રહ્યા છે.