હરિયાણામાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ હતી. જેમાં ભાજપ પક્ષના ઉમેદવારો સૌથી વધુ લીડથી વિજય થતા પક્ષના નેતા તરીકે નાયબસિંહ સૈનીનું નામ જાહેર કરાયુ હતુ. જેના ભાગરૂપે આજે પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેના સપથ ગ્રહણ કર્યા હતા.
નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. પંચકુલામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપની ટોચની નેતાગીરી ઉપરાંત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દેશભરમાંથી એનડીએના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે, કે હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 90માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી. નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો જાળવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં 2 દલિત, 2 બ્રાહ્મણ, 2 જાટ, 4 OBC, એક રાજપૂત અને એક પંજાબી અને એક વાણિયા પંજાબીને મંત્રી પદ આપવામાં આવ્યું હતુ.