દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે રાજ્યની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનને લઈને શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે. જેમાં આગામી 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કર્યું.
21 દિવસનું દિવાળી વેકેશન
રાજ્ય શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં દિવાળી વેકેશન અંગેની જાણકારી આપી છે. આમ દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી એટલે કે કુલ 21 દિવસનું રહેશે.
તમને જણાવી દઈએ કે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન પડશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે અને 17 નવેમ્બર સુધી ચાલુ રહેશે, કુલ 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે. ત્યારે આ મામલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ પરિપત્ર આપીને જાણ કરી દેવામાં આવી છે અને સાથે જ તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પણ વિભાગ દ્વારા પરિપત્ર મોકલીને જાણ કરવામાં આવી છે.
ગઈકાલે જ શિક્ષણ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં દિવાળી વેકેશનની તારીખમાં જો કોઈ પ્રકારે ફેરફાર જણાશે તો તેને લઈને અલગથી સૂચના આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ વર્ષ 2025 માટે ધોરણ-10(SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહિતની બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફ્રેબુઆરીથી 13 માર્ચ દરમિયાન યોજાશે.