હરિયાણામાં હવે નાયબ સરકાર બનાવવા જઇ રહ્યા છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નામ મંજૂર થતા જ નવા મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનીએ હવે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બનશે. આજે નાયબસિંહ સૈનીએ હરિયાણાના રાજ્યપાલને સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો આગામી દિવસોમાં હવે નવા મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની મુખ્યમંત્રી તરીકેના સપથ ગ્રહણ કરશે.
નાયબ સૈનીએ હરિયાણામાં દસ વર્ષની સત્તા વિરોધી લહેર અને લોકોના રોષને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. લોકો સાથે તેમની સતત મુલાકાત અને લોકો માટે સીએમ આવાસ ખોલવાનું પણ કામ કર્યું હતુ. તેમણે 56 દિવસમાં 100 થી વધુ નિર્ણયો લીધા હતા.. જેના કારણે હવે તેમને સીએમ પદ મળશે.
નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે. રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર ભાજપે હેટ્રિક ફટકારીને જીત મેળવી છે. આ અનોખી જીતના હીરો બનેલા નાયબ સિંહ સૈની હવે સીએમની ખુરશી સંભાળશે. લોકસભા ચૂંટણી પહેલા નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાર્ટીએ નાયબ સૈનીને સીએમ તરીકે પ્રોજેક્ટ કરીને ચૂંટણી લડી હતી.
2002માં નાયબસિંહ સૈની યુવા મોરચા ભાજપ હરિયાણાના અંબાલા જિલ્લા મહામંત્રી બન્યા હતા. આ પછી, વર્ષ 2005 માં, તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા અધ્યક્ષ હતા. સૈની 2009માં કિસાન મોરચા બીજેપી હરિયાણાના પ્રદેશ મહાસચિવ પણ હતા. 2012માં તેઓ અંબાલા ભાજપના જિલ્લા અધ્યક્ષ બન્યા. સૈની આરએસએસના સમયથી મનોહર લાલની નજીક માનવામાં આવે છે.