દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સુધારવા માટે નવા પ્રયાસ કરી રહેલા ભારતના પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી ભારતના સંરક્ષણ ઉર્જા અને ટેક્નોલોજી ક્ષેત્રે સંબંધોને ગાઢ બનાવવા માટે બંને સાથે ચર્ચા કરશે. પીએમ મોદી 04-05 સપ્ટેમ્બરના રોજ સિંગાપુરમાં હશે.
પીએમ મોદી 04-05 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં હશે અને આ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં બે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારનું કહેવું છે કે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધો મોટા વિસ્તરણ માટે તૈયાર છે.