- રોહિત શર્મા ટીમમાં લાવી શકે છે મોટા ફેરફાર
- અમદાવાદમાં જોવા મળી શકે છે ફેરફાર
- ખેલાડીઓના ક્રમમાં આવી શકે છે ફેરફાર
ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. વનડે શ્રેણીની આ પ્રથમ મેચ હશે. અમદાવાદમાં રમાવામાં આવી રહેલી આ મેચ પહેલા કેપ્ટન રોહિતે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા અને કોવિડ-19ની વર્તમાન સ્થિતિને જોતા કહ્યું કે, ખેલાડીઓએ હવે કોઈપણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
રોહિતે કહ્યું કે, ખેલાડીઓએ રમતના ક્રમમાં લચીલાપણુ લાવવુ પડી શકે છે, કારણ કે, કોવિડ -19 યુગમાં, ખેલાડીએ એવા નંબર પર રમવું પડી શકે છે જે તેની પસંદગીના નથી. તેણે કહ્યું, આ એવો સમય છે જેમાં ટીમના ખેલાડીઓ સમજે છે કે તક ગમે ત્યારે આવી શકે છે અને તેણે તેના માટે તૈયાર રહેવું પડશે. અમે તેના વિશે લાંબી વાતચીત કરી છે અને દરેકને સ્પષ્ટ કર્યું છે કે આ સંભવિત પરિસ્થિતિ છે. કેપ્ટન રોહિતે ખેલાડીઓના બેટિંગ ક્રમમાં બદલાવ વિશે કહ્યું, “આવી પરિસ્થિતિઓમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તેથી જે ખેલાડી કોઈની જગ્યાએ રમવા માટે આવે છે તેણે ઝડપથી અનુકૂળ થવુ પડશે અને રમતને ચાલુ રાખવી પડશે.
જણાવી દઈએ કે ODI સિરીઝ પહેલા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. જેના કારણે તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ સામેલ છે. હવે ટીમમાં ધવનને બદલે ઈશાન કિશનને તક મળી છે. તે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. ભારતીય ખેલાડીઓનું કોવિડ-19 પોઝિટિવ મળવું એ ટીમ માટે મોટી ખોટ છે.