- ચૂંટણી પ્રચારમાં અમિત શાહે આપ્યું કઈક આવું નિવેદન
- કમળનુ બટન જોરથી દબાવવા કર્યો અનુરોધ
- આજમખાનું નામ ભાષણમાં લેતા શાહ
ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના ચૂંટણી પ્રચારમાં ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે BJPના ચૂંટણી પ્રચાર માટે યુપીના પ્રવાસે છે. અમિત શાહ ગુરુવારે અનુપશહર વિધાનસભામાં જાહેર સભા કરવા પહોંચ્યા છે. અહીં જનસભાને સંબોધતા અમિત શાહે અનુપશહેરના લોકોને કહ્યું કે ભારત માતાની જયના નારા એટલા જોરથી બોલાવો કે અહીંથી કાશી સુધી તેનો અવાજ સંભળાવો જોઈએ, અમિત શાહે કહ્યું કે અનુપશહરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. અમિત શાહે કહ્યું કે યોગી આદિત્યનાથ બે તૃતિયાંશ બહુમતી સાથે યુપીમાં ફરીથી મુખ્ય પ્રધાન બનશે. આજે કોઈ માફિયામાં તમને હેરાન કરવાની હિંમત નથી ? માફિયાઓ બધા ભાગી ગયા છે. હું ફરીથી કહું છું કે માફિયાઓ માટે હવે માત્ર 3 જ જગ્યાઓ બચી છે. રાજ્ય બહાર, જેલમાં અથવા તો એસપીની યાદીમાં.
સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા અમિત શાહે અનુપશહરમાં જાહેર સભા દરમિયાન હાજર લોકોને કહ્યું કે વોટિંગના દિવસે કમળનું બટન એવી રીતે દબાવો કે જેલમાં બંધ આઝમ ખાનને સીધો ઝટકો લાગે. આ દરમિયાન તેમણે આરએલડી નેતા જયંત ચૌધરી અને અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું, તમે લોકો કહો કે અખિલેશ યુપીમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જાળવી શકે છે ખરા ? આજકાલ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને જયંત ચૌધરીને પોતાની સાથે બેસાડે છે. જયંત ચૌધરી જી સરકાર બનવાની નથી. જે પોતાના પિતા અને કાકાની વાત ન સાંભળે તે તમારું શું સાંભળશે ? અમિત શાહે જાહેરસભામાં કહ્યું કે મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.
આજે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીની સરકારમાં આતંકવાદીઓ આપણા જવાનો સાથે તોડફોડ કરતા હતા, આજે દુશ્મન આંખ ઉંચી કરીને પણ ભારત તરફ જોવામાં અસમર્થ છે. શાહે વધુમાં કહ્યું કે, મોદીએ ઉતરપ્રદેશને 5 ઈન્ટરનેશનલ એરપોર્ટ અને 5 એક્સપ્રેસ વે આપ્યા છે. 14 હજાર જેટલા રસ્તા પહોળા કરવાનું કામ કર્યું, મેટ્રો આપી, 7 હજાર કિલોમીટર ગ્રામીણ વિસ્તારોમાં રોડ બનાવ્યા, લોકોને ઘર આપ્યા છે.