- ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ
- ડાસના ટોલ પ્લાઝા નજીક થયો હુમલો
- અસદુદ્દીન મુજબ 3-4 લોકોએ ફાયરિંગ કર્યું
ઉત્તર પ્રદેશના મેરઠમાં AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીના કાફલા પર મેરઠમાં ફાયરિંગ કરવામાં આવી છે. અસદુદ્દીન ઔવેસીએ આ અંગે જાણકારી આપી છે. તેમના વાહન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી આવી હતી. તેના પછી ફાયરિંગ કરનારા ફરાર થઈ ગયા હતા. અસદુદ્દીન મુજબ 3-4 લોકોએ ફાયરિંગ કરી હતી. અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું કે છિજારસી ટોલ ગેટ પર મારી ગાડી પર ફાયરિંગ કરવામાં આવી હતી. 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે. 3-4 લોકો હતા, તમામ ફરાર થઈ ગયા અને હથિયારો ત્યા જ છોડી ગયા. મારી ગાડી પંક્ચર થઈ ગઈ, પરંતુ બીજા વાહનમાં હું નિકળી ગયો છું. અમે બધા સલમાત છીએ. આ ઘટના બાદ આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને અસદુદ્દીન ઓવૈસી ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ ચાલુ છે.
AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ઉત્તરપ્રદેશમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું છે. તે હાપુડ જિલ્લાના પિલખુવાથી એક સભા કરીને ગાઝિયાબાદ તરફ પરત ફરી રહ્યાં હતા. ગાઝિયાબાદમાં ડાસના ટોલ પ્લાઝા નજીક તેમના કાફલ પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી છે. તેમની કારમાં ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. ઘટના પછી ઓવૈસીએ કહ્યું કે હું સુરક્ષિત છું.