આ વખતે મહાકુંભ ઓલિમ્પિકની યજમાની ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરને આપવામાં આવી છે, જેમાં 26મી જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ બાદ હવે 27મી જુલાઈથી ઈવેન્ટ્સ શરૂ થઈ ગયા છે. જેમાં ભારત તરફથી રોઈંગ ઈવેન્ટમાં ભાગ લેનાર એકમાત્ર એથલીટ બલરાજ પંવારે 2000 મીટરની દોડ પૂરી કરવા માટે 7 મિનિટ 11 સેકન્ડનો સમય લીધો હતો, જેની સાથે તે ચોથા સ્થાને રહ્યો હતો. હવે બલરાજ પંવાર રેપેચેજ ઈવેન્ટમાં ભાગ લેશે.
રિપેચેજ રાઉન્ડ તમને સેમિ-ફાઇનલ અથવા ફાઇનલ સુધી પહોંચવાની તક આપશે.
બલરાજ પંવાર રોઈંગ ઈવેન્ટમાં થોમસ મેકિન્ટોશ, સ્ટેફાનોસ એન્ટોસ્કોસ અને અબ્દેલખાલેક એલ્બાનાથી થોડો પાછળ રહ્યો. ટોપ-3માં રહીને આ ત્રણેય ખેલાડીઓએ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સીધું જ નિશ્ચિત કરી દીધું છે. બલરાજ ભલે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી શકશે નહીં પરંતુ હવે તેને રિપેચેજ ઈવેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરીને સેમિફાઈનલ કે ફાઈનલમાં જગ્યા બનાવવાની બીજી તક ચોક્કસપણે મળશે. બલરાજ પંવારે કોરિયામાં એશિયન અને ઓશનિયા ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેગાટ્ટામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ચીને પેરિસ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ જીત્યો પરંતુ ભારતીય શૂટરોએ નિરાશ કર્યા
ચીને પેરિસ ઓલિમ્પિક 2024માં તેનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રથમ દિવસે ભારત પાસે પણ મેડલ જીતવાની શાનદાર તક હતી પરંતુ શૂટર્સના નિરાશાજનક પ્રદર્શનને કારણે તે સફળ થઈ શક્યું ન હતું. શૂટિંગના 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેઓને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સરબજોત સિંહ અને અર્જુન ચીમા પુરુષોની 10 મીટર પિસ્તોલની અંતિમ સ્પર્ધામાં પ્રવેશ કરી શક્યા ન હતા.