- U-19માં સેમી-ફાઇનલમાં ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
- 24 વર્ષથી કાંગારૂઓ સામે યુવા બ્રિગેડ અજેય છે
- 24 વર્ષથી કાંગારૂ સામે ટીમ ઈન્ડિયા અજેય છે
વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા ક્રિકેટના અંડર-19 વર્લ્ડ કપમાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બુધવારે બીજી સેમી-ફાઈનલ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ટીમનો રેકોર્ડ U-19 વર્લ્ડ કપમાં કાંગારૂ સામે શાનદાર છે. આપણી યુવા બ્રિગેડ છેલ્લાં 24 વર્ષથી નોકઆઉટ મેચમાં ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે હારી નથી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે બાંગ્લાદેશને એકતરફી મેચમાં 5 વિકેટથી હરાવી સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ટોપ-4માં જગ્યા નક્કી કરી લીધી છે. આ મેચમાં કાંગારૂએ 119 રનથી પાકિસ્તાની ટીમને હરાવી હતી.
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર રહ્યો છે. બંને ટીમ વચ્ચે કુલ 7 મેચ રમાઈ છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ 5 અને કાંગારુ ટીમે 2માં જીત દાખવી છે. હવે આ રેકોર્ડની ખાસ વાત એ રહી છે કે ઈન્ડિયન ટીમ છેલ્લાં 24 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે એકપણ મેચ હાર્યું નથી. ઉલ્લેખનીય છે કે 1998માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું, ત્યાર પછી આપણી યુવા બ્રિગેડ ક્યારેય હારી નથી. એશિયા કપ જીત્યા પછી ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપમાં પણ શાનદાર ફોર્મમાં છે. અત્યારે લીગ સ્ટેજમાં કોરનાનો પડકાર હોવા છતાં ભારતીય યુવા બ્રિગેડે શાનદાર રમત દાખવી છે. તેવામાં બાંગ્લાદેશની ટીમને 5 વિકેટથી હરાવી ઈન્ડિયાએ સેમી-ફાઈનલમાં શાનદાર જીત દાખવી છે.
ભારત ટીમની જો વાત કરવામાં આવે તો યશ ધુલ (કેપ્ટન), અંગકૃષ રઘુવંશી, રાજ બાવા, કૌશલ તામ્બે, દિનેશ બાના, નિશાંત સંધુ, વિકી ઓસ્તવાલ, રાજવર્ધન હંગરગેકર, વાસુ વત્સ, રવિ કુમાર છે. જ્યારે AUSની ટીમની જો વાત કરવામાં આવે તો કૂપર કોનોલી (કેપ્ટન), કેંપબેલ કેલાવે, ટીગ વીલી, એડેન કાહિલ, કોરે મિલર, જેક સિનફીલ્ડ, ટોબિયાસ સ્નેલ, વિલિયમ સાલ્જમેન, જેક નિસબેટ, લાચલાન શો, ટોમ વ્હાઈટની છે.