- ચૂંટણી પહેલા ગુજરાતી કલાકારો જોડાયા ભાજમાં
- કોંગ્રેસના પૂર્વ મંત્રીની પુત્રીએ પણ કર્યો કેસરિયો ધારણ
- ભગવા રંગે રંગાયા કલાકારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવવાની છે. ત્યારે મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા રાજકીય પક્ષો તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ રણનીતિના ભાગરૂપે આજરોજ ભાજપમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત કોંગ્રેસના પૂર્વ મંત્રીની પુત્રીએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા. મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુબાવત, ગુજરાતી અભિનેત્રી મમતા સોની, ઉપરાંત જાહનવી પટેલ, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતલ ઠક્કર, પ્રશાંત બારોટ, કમિની પટેલ, સન્ની કુમાર ખત્રી, જ્યોતિ શર્મા સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે.
આમ તો ભાજપ સમયાંતરે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાર્ટીમાં જોડે છે. આ સિવાય કોંગ્રેસ છેડેલા જાગૃતિ શાહ પણ ભાજપમાં જોડાયા છે. જાગૃતિ શાહ પૂર્વ મંત્રી બાબુ મેઘજી શાહના પુત્રી છે. જેઓ પહેલા ભાજપમાં હતા અને બાદમાં પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારથી જાગૃતિ શાહ કોંગ્રેસમાં સક્રિય હતા. જાગૃતિ શાહ કોંગ્રેસના મેન્ડેટ પર જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પીએમ મોદીની વિચારધારાથી પ્રેરાઈને તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હોવાની વાત કરી રહ્યા છે.