હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતભરમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
જ્યારે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે. મેઘરાજા સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં મેઘ મહેર કરી શકે છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદર, તાપી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરત,નવસારીમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, મહીસાગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.