જો તમારા બાળકો લસ્સી પીતા નથી પણ તેમને કેરી ખાવી ખૂબ જ ગમે છે. આ સંજોગોમાં તમે તેમને મેંગો લસ્સી બનાવીને આપી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી હોય છે.
ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે લોકો ઘણી વસ્તુઓનું સેવન કરે છે. જેમાં લીંબુ પાણી અને લસ્સી ખૂબ જ સામાન્ય છે. ઉનાળામાં તેને પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેનાથી શરીરને ઠંડક મળે છે. પરંતુ જો તમને દર વખતે સાદી લસ્સી પીવાનું મન થતું નથી તો તમે મેંગો લસ્સી ટ્રાય કરી શકો છો, તમારા બાળકો લસ્સી પીતા નથી, પરંતુ તેમને કેરી ખાવી ખૂબ જ ગમે છે. તો તમે તેમને મેંગો લસ્સી બનાવીને આપી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી હોય છે. તો ચાલો જાણીએ આજની આ રેસીપીમાં મેંગો લસ્સી બનાવવાની રીત-
મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી
- 1 પાકેલી કેરી
- 1 કપ જાડું દહીં
- 1/2 કપ દૂધ
- 2-3 ચમચી ખાંડ
- 1/4 ચમચી એલચી પાવડર
- બરફના ટુકડા
- સમારેલા ડ્રાયફ્રુટ્સ (કાજુ, બદામ, પિસ્તા)
બનાવવાની રીત
મેંગો લસ્સી બનાવવા માટે સૌથી પહેલા કેરીના ટુકડાને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે પીસી લો, જેથી એક સ્મૂધ પ્યુરી બની જાય. આ પછી તે જ બ્લેન્ડરમાં દહીં, દૂધ, ખાંડ અને એલચી પાવડર ઉમેરો. બધી વસ્તુને સારી રીતે ત્યાં સુધી બ્લેન્ડ કરો, જ્યાં સુધી મિશ્રણ સ્મૂધ અને ક્રીમી ન બની જાય.
ધ્યાન રાખો કે તેમાં ખાંડ ઓછી ન હોવી જોઈએ. ખાંડ વિના મેંગો લસ્સી પીવામાં એકદમ વિચિત્ર લાગે છે. સ્વાદ ચાખીને પછી બ્લેન્ડરને બંધ કરી દો. હવે તેને થોડી વાર માટે ફ્રિજમાં રાખો.
લસ્સી જો તરત જ સર્વ કરવી છે તો બરફના ટુકડાની સાથે મેંગો લસ્સીને એકવાર બ્લેન્ડ કરી દો, જેથી તે ઠંડી થઈ જાય. આ પછી એક કાંચના ગ્લાસમાં મેંગો લસ્સી કાઢી લો. હવે મેંગો લસ્સી ગાર્નિશન કરવા માટે તેના પર સમારેલા ડ્રાયફ્રુટ્સ નાખો. ઠંડી-ઠંડી મેંગો લસ્સી તમારા શરીરને ઠંડક આપશે.