ગુજરાતમાં ચોમાસાની ધીમા પગલે એન્ટ્રી થઈ ગઈ છે. શુક્રવારે સાંજે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 25 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધું પાલિતાણાં નોંધાયો છે.
આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 30મીમી વરસાદ નોંધાયો છે. પાલિતાણા બાદ ડાંગના વઘઈમાં 12મીમી, ભાવનગરના તળાજામાં 11મીમી જ્યારે ગાંધીનગરના માણસામાં 9મીમી વરસાદ નોંધાયો છે.
ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે!
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે.’