સાયકલિંગ એ હૃદય, ફેફસાં અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. કારણ કે શરીરમાં આવેલા મોટા સ્નાયુઓ કમર અને પગના ભાગમાં હોય છે. સાયકલિંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે. એટલે આખા શરીરને ઓક્સિજન અને લોહીની જરૂર પડે છે. જે હૃદય અને ફેફસા પૂરા પાડે છે. આ સાથે જ મગજને પૂરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેને મેડિકલ ભાષામાં હેપ્પી હોર્મોન કહેવાય અને આ હોર્મોનથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ રહે છે જેથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામા વધારો થાય છે. આજે વિશ્વ સાયકલ દિવસ (cycle day) નિમિત્તે આવો જાણીએ સાયકલિંગના ફાયદા વિશે.
સાયકલ ચલાવનાર ક્યારેય બીમાર પડતો નથી
સાયકલ નિયમિત ચલાવવાથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તો તેની ઈમ્યુન સિસ્ટમ ખૂબ સારી રહે છે. જેથી તે બીમાર પડતો નથી. જો કદાચ બીમાર પડે તો પણ તે વ્યક્તિની રિકવરી અન્યોની સરખામણીએ ખૂબ ઝડપી હોય છે. આમ જોઈએ તો માણસની ખુશહાલ જીવન સાયકલના બે પૈડા એટલે તંદુરસ્ત તન અને મન.
રોજ 30 મિનિટ સાઈકલિંગ કરવાનો ફાયદો
કોઈપણ વ્યક્તિને રોજની ૩૦ મિનિટ સુધી સાઈકલિંગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ અથવા અભ્યાસ કરવા બેસતા પહેલા ૨૦ મિનિટ જેટલુ સાયકલિંગ અને દસ મિનિટનું મેડિટેશન અચુક કરવું જોઈએ. જેનાથી તેમની એકાગ્રતામાં વધારો થશે. જે તેમના પરફોર્મન્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
સાયકલ ચલાવો, ફીટ રહો
ઉંમરની અસર સૌથી પહેલા આપણી ત્વચા પર દેખાઈ આવે છે. ત્યારબાદ આપણા હાડકાં અને અન્ય ભાગો પર પડે છે, અને આખરે તમારી કાર્યક્ષમતા પર પડે છે. પરંતુ ઝડપથી વધી રહેલી ઉંમરને રોકવામાટે સાયકલિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાયકલિંગ કરવાથી આખા શરીરને કસરત મળે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ સાથે જ જ્યારે તમે સાયકલિંગ કરતી વખતે ઝડપથી શ્વાસ લો છો. ત્યારે ત્વચાને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને લાંબા સમય સુધી તાજગી અનુભવાય છેસાયકલ ચલાવો, ફીટ રહો
ઉંમરની અસર સૌથી પહેલા આપણી ત્વચા પર દેખાઈ આવે છે. ત્યારબાદ આપણા હાડકાં અને અન્ય ભાગો પર પડે છે, અને આખરે તમારી કાર્યક્ષમતા પર પડે છે. પરંતુ ઝડપથી વધી રહેલી ઉંમરને રોકવામાટે સાયકલિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાયકલિંગ કરવાથી આખા શરીરને કસરત મળે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ સાથે જ જ્યારે તમે સાયકલિંગ કરતી વખતે ઝડપથી શ્વાસ લો છો. ત્યારે ત્વચાને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને લાંબા સમય સુધી તાજગી અનુભવાય છે