- કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદના મૌલવીની ભૂમિકા
- હત્યારાઓને મૌલવીએ રિવોલ્વર અને ટિપ આપી હતી
- ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મૃતકની શોક સભામાં આપી હાજરી
અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે મૃતક યુવકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, આ હત્યા એક ષડયંત્ર છે. કિશન બોળીયા હત્યા કેસમાં ગૃહરાજ્યમંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હત્યાના અલગ અલગ રૂપ હોઈ શકે છે. અનેક હત્યા આક્રોશ તેમજ વેરમાં થતી હોય છે. આ હત્યા એક ષડયંત્ર છે. હત્યારાઓ કયા પ્રકારે પ્રેરિત હતા એની જાણકારી લેવામાં આવી છે. ખૂબ જ દુઃખદ બાબત છે.
આ હત્યા પાછળ બે યુવાનોને પકડી લીધા. પરંતુ તેમની હિસ્ટ્રીની તપાસ કરતાં એ ખુલાસો ક્યાંકને ક્યાંક મારા જેવા યુવાનોના રૂવાટાં ઊભા થઈ જાય તેવી સચ્ચાઈ સામે આવી છે. આ કેસમાં ઊંડાણપૂર્વક ગયા તો એક મૌલવી નીકળ્યા છે. તેમણે હત્યારાઓને રિવોલ્વર આપી. ઉચ્ચ પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.