દુનિયામાં વધારે પગાર ધરાવતી નોકરી છે, પરંતુ મોટાભાગના લોકો આ નોકરી કરવા નથી માંગતા. આ નોકરી માટે એટલો પગાર આપવામાં આવે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તેમ છતાંય આ પદ ખાલી છે. તો ચાલો જાણીએ આ નોકરીઓ વિશે.
હેલ્થ વર્કરની નોકરી એવી છે, જેની જરૂરિયાત દુનિયાભરમાં છે. ભારતમાં ભલે તેના માટે તાલીમ આપવામાં આવતી ન હોય, પરંતુ દુનિયાના અન્ય દેશોમાં આ નોકરીઓ માટે વિશેષ તાલીમ અને સલામતી સાધનો છે. આ નોકરીમાં વૈશ્વિક સ્તર પર વાર્ષિક પગાર 50 હજાર અમેરિકન ડૉલર એટલે 40 લાખ રૂપિયાથી વધારે છે.
સ્લૉટર હાઉલ વર્કરની નોકરી એવી છે, જેને કોઈ શૈક્ષણિક જ્ઞાનની જરૂર નથી. ઘણા લોકોને આ કામ ગમશે નહીં. આમાં મીટના ટુકડા કરીને દુકાનો અને એક્સપોર્ટ કંપનીઓમાં પેકેજિંગ એરિયામાં મોકલવાનું હોય છે. આ નોકરી 15 ડૉલર એટલે કે 1200 રૂપિયા પ્રતિ કલાક ચૂકવે છે. સામાન્ય રીતે કહીએ તો વાર્ષિક 34 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે.
ટૉયલેટ વર્કરનું કામ ભારતમાં લોકો સિક્યોરિટી અથવા ટ્રેનિંગ વિના કરે છે. જો કે, વિકસિત દેશો પાસે આ માટે સાધનો છે અને તેની સાથે સફાઈ કરવા માટે તેમને 15 ડૉલર એટલે કે 1200 રૂપિયા પ્રતિ કલાક મળે છે.
ખાણિયો તરીકે એટલે ખાણમાં કામ કરવું સૌથી જીવલેણ નોકરીઓમાંથી એક છે. કોઈ પણ આ નોકરી કરવા માંગતું નથી. જો કે, જે લોકો આ કામ કરી રહ્યા છે, તે વાર્ષિક 1 લાખ 15 હજાર અમેરિકન ડૉલર એટલે ભારતીય ચલણમાં 94 લાખ રૂપિયાની કમાણી કરે છે.
સીવર ઇન્સ્પેક્ટરની નોકરી સીવેજ પાઈપમાં કોઈ ખામી દેખાય તો તેને રીપેરીંગ કરવાનું કામ હોય છે. આ ખૂબ જ પડકારજનક કામ છે. આ જ કારણ છે કે, દુનિયાભરના દેશોમાં આ નોકરીની સારી એવી માંગ છે. આ નોકરી કરવા માટે પગાર 66,000 અમેરિકન ડૉલર પ્રતિ વર્ષ છે. ભારતીય ચલણમાં આની કિંમત 54 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
ગુનાહિત સ્થળને સાફ કરનારાઓનો સારો પગાર પણ મળે છે. પોલીસ દ્વારા ક્રાઈમ સીન પર તપાસ કર્યા બાદ કેટલાક લોકોને સ્થળની સાફ-સફાઈનું કામ સોંપવામાં આવે છે. તેમને વૈશ્વિક સ્તરે સારો પગાર પણ મળે છે. આંકડા મુજબ તેમને 72,000 ડૉલર એટલે કે 60 લાખ રૂપિયા મળે છે.
બળદના પ્રજનન માટે શુક્રાણુ એકત્રિત કરનાર વ્યક્તિનો પગાર યુએસ $44,000 થી શરૂ થાય છે. ભારતીય કિંમતમાં તેની કિંમત 35 લાખ રૂપિયા છે. તમે જ વિચારો કે, આ જોખમી કાર્ય કેવી રીતે કરશે (ડિસ્કલેમર: લેખમાં આપેલી માહિતી વિદેશી દેશોની વિવિધ સાઇટ્સમાંથી લેવામાં આવી છે.