Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024નો જંગ પૂર્ણ થઈ ગયો છે. જામનગરમાં પૂનમબેન માડમની જીત થઈ છે. હવે જામનગરની ધૂરા પૂનમબેન માડમ સંભાળશે..ઉલ્લેખનીય છે કે, જામનગરની સ્થાપના 1540માં કરવામાં આવી હતી જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જે નગરની લોકસભાના સભ્યની તરીકે મતદારો વરણી કરી લીધી છે.
પૂનમ માડમની રાજકીય સફર
49 વર્ષીય મૂનમ માડમએ B.Com સધીનો અભ્યાસ કરેલો છે. વર્ષ 2012માં કોંગ્રેસનો પંજો છોડી ભાજપમાં જોડાયા હતાં. તેઓ ભાજપમાં જોડાતાની સાથે ખંભાાળીયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં.
કોણ છે કોંગ્રેસના જે.પી. મારવીયા ?
જે.પી. મારવીયાની 42 વર્ષની ઉંમર છે. જેમણે B.Com., LLB સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ કાલાવાડ યુથ કોંગ્રેસ પ્રમુખ તેમજ જામનગર જિલ્લા પંચાયતના વિધરો પક્ષના નેતા છે. જિલ્લા પંચાયતમાં પૂર્વ કોરોબારી ચેરમેન કાલાવાડ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર. જેઓ એક લેઉવા પાટીદાર ચહેરો છે. તેમજ કોંગ્રેસમાં 22 વર્ષથી સક્રિય છે. રાજકારણમાં બહોળો અનુભવ ધરવે છે.
2019ની ચૂંટણીનો પરિણામ
ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 2019 ચૂંટણીમાં વિજેતા બન્યા હતાં. જેમને 5,91,588 મત મળ્યા હતા અને જીત માર્જિન 2,36,804 નોંધાઈ હતી.
મૂળુભાઈ કંડોરીયાની 2019ની ચૂંટણીમાં હાર થઈ હતી. તેમને 3,54,784 મત મળ્યા હતાં.
જાતિગત સમીકરણ
જામનગરમાં અંદાજે 18.14 લાખ મતદારો છે. જેમાં 2.47 લાખ પાટીદાર છે. જ્યારે 2.36 લાખ મુસ્લિમો છે અને આહીર 1.74 લાખ છે. દલિત 1.62 લાખ, ક્ષત્રિય 1.35 લાખ, સતવારા 1.21 લાખ તેમજ અન્ય 7.39 લાખ જેટલા છે.
બેઠકનો રાજકીય ઈતિહાસ તપાસો
વર્ષ પાર્ટી વિજેતા
- 1952 – જેઠાલાલ હરિકૃષ્ણ જોષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1957 – મનુભાઈ શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1962 – મનુભાઈ શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1967 – એન. દાંડેકર, સ્વતંત્ર પક્ષ
- 1971 – દોલતસિંહજી પી.જાડેજા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1977 – વિનોદભાઈ શેઠ, જનતા પાર્ટી
- 1980 – દોલતસિંહજી પી.જાડેજા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1984 – દોલતસિંહજી પી.જાડેજા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1989 – ચંદ્રેશ પટેલ કોરડીયા ભારતીય જનતા પાર્ટી
- 1991 – ચંદ્રેશ પટેલ કોરડીયા, ભારતીય જનતા પાર્ટી
- 1996 – ચંદ્રેશ પટેલ કોરડીયા, ભારતીય જનતા પાર્ટી
- 1998 – ચંદ્રેશ પટેલ કોરડીયા, ભારતીય જનતા પાર્ટી
- 1999 – ચંદ્રેશ પટેલ કોરડીયા, ભારતીય જનતા પાર્ટી
- 2004 – આહીર વિક્રમભાઈ માડમ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2009 – આહીર વિક્રમભાઈ માડમ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2014 – પૂનમબેન હેમતભાઈ માડમ, ભારતીય જનતા પાર્ટી
- 2019 – પૂનમબેન હેમતભાઈ માડમ, ભારતીય જનતા પાર્ટી
જામનગરમાં કઈ કઈ વિધાનસભા આવે છે ?
- કાલાવાડ
- જામ જોધપુર
- જામનગર રૂરલ
- જામનગ નોર્થ
- જામનગર સાઉથ
- ખંભાળીયા
- દ્વારકા
જામનગર બેઠક પર કેટલું મતદાન થયું હતું ?
જામનગર લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં 57.67 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કાલાવાડ વિધાનસભા ક્ષેત્રમાં 57.83 ટકા જ્યારે જામનગર રૂરલમાં 60.78 ટકા, જામ જોધપુરમાં 57.66 ટકા, જામનગર નોર્થમાં 59.36 ટકા, જામનગર સાઉથમાં 59.12 ટકા, ખંભાળીયામાં 56.60 ટકા, દ્વારકામાં 53.39 ટકા મતદાન નોંધાયું હતું.