લગભગ દરેક બીજા લગ્ન કે ફંક્શન માટે આપણે લહેંગા-ચોલી પહરેવાનું પસંદ કરીએ છીએ. તેવામાં તેને ઘણી રીતે સ્ટાઇલ કરી શકાય છે, જેના માટે ખાસ કરીને બોડી ટાઇપ અને લેટેસ્ટ ફેશન ટ્રેન્ડનું ધ્યાન રાખવામાં આવે છે. બોડી ટાઇપની વાત કરીએ તો ઘણીવાર પ્લસ સાઇઝ ટાઇપ વાળા લોકોને પોતાનો લહેંગો સ્ટાઇલ કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તમે ઇચ્છો તો લહેંગામાં પરફેક્ટ લુક મેળવવા માટે તેને સિવડાવી પણ શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે પ્લસ સાઇઝ બોડી શેપને પરફેક્ટ લુક આપવા માટે લહેંગો સિવડાવવા માટેની કેટલીક સરળ ટિપ્સ અને જણાવીશું તેને સ્ટાઇલ કરવાની રીત.
લહેંગામાં બનાવડાવો આવી કળીઓ
- લહેંગામાં સામાન્ય રીતે આપણે કળીઓ બનાવડાવવાનું પસંદ કરીએ છીએ, પરંતુ જો તમે પ્લસ સાઇઝ છો નતો વધારે કળીઓ વાળો લહેંગો ન બનાવડાવો.
- તેવામાં લહેંગામાં કળીઓ બનાવવા માટે વધુ પહોળી પ્લીટ્સ ન બનાવડાવો.
- કારણ કે વધુ બ્રોડ લુક આપવાથી તમારો બોડી શેપ સ્લિમના બદલે વધુ ફેલાયેલો દેખાશે.
લહેંગામાં કેવી રીતે કેન-કેન લગાવડાવશો?
- લહેંગાને પરફેક્ટ લુક આપવા માટે કેન-કેનની સાથે આપણે ઘણા લેયર્સ લગાવડાવીએ છીએ, પરંતુ જો તમે પ્લસ સાઇઝ છો તો ઓછામાં ઓછા લેયર્સ જ લહેંગામાં નખાવો.
- કારણ કે વધુ લેયર્સથી બનેલો લહેંગો તમારી બોડીને વધુ હેવી દેખાડશે.
- શક્ય હોય તો લહેંગામાં કેન-કેન ઉપરાંત તમે ફક્ત સાટીન ફેબ્રિકથી બનાવેલુ એક જ લેયર રાખો.
લહેંગા સ્કર્ટની લેંથ કેટલી હોવી જોઇએ?
- લહેંગાની લેંથ આમ તો તમારા બોડીની લંબાઇ પ્રમાણે રાખવામાં આવે છે, પરંતુ જો તમે પ્લસ સાઇઝ છો તો તમારી બોડી કર્વી જ હશે.
- કર્વી બોડીને પરફેક્ટ લુક આપવા માટે તમે પ્રયાસ કરો કે લહેંગાને કમરના બદલે નાભિની ઉપર બાંધો.
- તેના માટે તમારે લહેંગાની લેંથને લાંબી રાખવી પડશે.
- આવું કરવાથી તમારી બોડીને એક પરફેક્ટ શેપ મળવામાં મદદ મળશે.