- ફેબ્રુઆરી મહિનામાં 12 દિવસ બેંક રહેશે બંધ
- ધક્કા ખાધા પહેલા ચેક કરો લિસ્ટ
- જાહેર જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ રજાઓની વણઝાર
ફેબ્રુઆરીના મહિનામાં જાન્યુઆરીની જેમ બેંકોની ઘણી રજાઓ છે. ફેબ્રુઆરીના મહિનામાં 12 દિવસ સુધી બેંકોની રજા રહેવાની છે. જેમા બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી, ગુરુ રવિદાસ જયંતી જેવા અવસર આવે છે, જેના પર બેંકોની રજા રહેશે. જોકે ફેબ્રુઆરી મહિનામાં દેશની દરેક જગ્યાએ બેંક 12 દિવસ બંધ નહીં રહે. મહિનામાં આવી રહેલી કેટલીક રજાઓ/તહેવારો કોઈ રાજ્ય અથવા ક્ષેત્ર વિશેષ સાથે સંબંધિત છે. તેથી બેંક હોલિડે અલગ-અલગ રાજ્ય મુજબ હોઈ શકે છે.
આમ તો RBI અને દેશના પ્રમુખ બેંક તમામ લોકોને કોરોનાના વધી રહેલા પ્રકોપના કારણે બેંકની વિઝિટ કરવાની ના પાડી રહ્યા છે. સાથે જ વધુમાં વધુ ઓનલાઇન ટ્રાન્જેક્શન પર ભાર આપી રહ્યા છે. જેથી તમે ઘરેથી ઓછું બહાર નિકળો અને ઓનલાઈન અને ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળી શકે. જ્યારે બીજી તરફ RBI અને બેંક ડિજિટલ ટ્રાન્જેક્શન સંબંધિત ફ્રોડથી અવેર રહેવાની પણ સલાહ આપી રહ્યા છે. વર્તમાન સમયમાં ડિજિટલ ટ્રાન્જેક્શન ફ્રોડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કસ્ટમર્સને વધુ સચેત અને ધ્યાન આપવાની જરૂર છે. બેંકોનું કહેવુ છે કે જ્યા સુધી ખૂબ જ જરૂર ન પડે ત્યા સુધી બેંકોની બ્રાન્ચમાં વિઝિટ ન કરો.
- ફેબ્રુઆરીમાં આવનાર રાજાઓનું લિસ્ટ આ મુજબ છે
2 ફેબ્રુઆરી: સોનામ લોચ્ચર (ગંગટોકમાં બેંક બંધ)
5 ફેબ્રુઆરી: સરસ્વતી પૂજી/શ્રી પંચમી/વસંત પંચમી (અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંક બંધ)
6 ફેબ્રુઆરી: રવિવાર
12 ફેબ્રુઆરી: મહિનાનો બીજો શનિવાર
13 ફેબ્રુઆરી: રવિવાર
15 ફેબ્રુઆરી: હજરત અલી જન્મદિવસ/ લુઈ-નગાઈ-ની (ઇમ્ફાલ, કાનપુર, લખનૌમાં બેંક રહેશે બંધ)
16 ફેબ્રુઆરી: ગુરુ રવિદાસ જયંતી (ચંદીગઢમાં બેંક બંધ)
18 ફેબ્રુઆરી: ડોલજાત્રા (કોલકાતામાં બેંક બંધ)
19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી મહારાજ જયંતી (બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંક બંધ)
20 ફેબ્રુઆરી: રવિવાર