ઉનાળો શરૂ થતાં જ આપણને ઘણી વાર ઠંડી વસ્તુઓ ખાવાનું મન થાય છે. આવી વસ્તુઓમાં આઈસ્ક્રીમનો પ્રથમ નંબર આવે છે. બાળકો હોય કે મોટા, દરેકને આઈસ્ક્રીમનો મીઠો સ્વાદ અને ઠંડક ગમે છે. ગરમીથી રાહત આપતો આ આઈસ્ક્રીમ અનેક ફ્લેવરમાં આવે છે. જોકે, કોફી આઈસ્ક્રીમની વાત અનોખી છે.
કોફી આઈસ્ક્રીમ એ એક અદ્ભુત ડેઝર્ટ રેસિપી છે, જે કોફી અને ક્રીમ પ્રેમીઓ માટે બેસ્ટ ઓપ્શન છે. આ રેસિપીની ખાસિયત એ છે કે તેને થોડીક સામગ્રીની મદદથી ઘરે સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ કોફી આઈસક્રીમની સરળ રેસિપી…
સામગ્રી
2 મોટી ચમચી કોફી પાવડર
1/2 કપ ખાંડ
1 કપ દૂધ
2 કપ ફુલ ક્રીમ
2 ચમચી વેનિુલા એસેન્સ
બનાવવાની રીત
કોફી આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ખાંડ અને ક્રીમ નાખીને ત્યાં સુદી ફેંટો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય.
હવે વેનિલા એસેન્સની સાથે તેમાં દૂધ ઉમેરો અને કોફી મિક્સ કરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
આ પછી તેને એક વાસણમાં મૂકો અને તેને ફ્રીઝરમાં ફ્રીજ થવા માટે રાખી દો.
કોફી આઈસ્ક્રીમ જ્યારે જામીને તૈયાર થઈ જાય, ત્યારે તેને આઈસ્ક્રીમ સ્કૂપમાંથી બહાર કાઢો
ઉપર કોફી પાવડર છાંટો અને તેને સર્વ કરો.