આઈએમડીનું કહેવું છે કે, 24 મે અને 25 મેના રોજ કેરલમાં અલગ અલગ જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે. 23મેથી 26 મે સુધી કેરલમાં એક અથવા બે જગ્યા પર ભારે પવન અને વીજળી પડવાનીસ સાથે આંધી આવવાની સંભાવના છે. મૌસમ વિભાગ અનુસાર, ગુરુવાર રાત સુધી દક્ષિણમાં વિઝિંઝમથી લઈને ઉત્તરમાં કાસરગોડ સુધી કેરલના તટ પર 0.4થી 3.3 મીટર સુધીની ઊંચી લહેરો અને સમુદ્રી પ્રહારો થવાનું અનુમાન છે.
બુધવારે 22 મેના રોજ દક્ષિણી રાજ્ય કેરલમાં ભારે વરસાદ થયો, આઈએમડીએ કેરલમાં પાંચ જિલ્લા પથાનામથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઈડુક્કીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત તિરુવનંતપુરમ, કોલ્લમ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે અને કન્નૂર અને કારસગોડ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરી દીધું છે.
આપને જણાવી દઈએ કે, ઓરેન્જ એલર્ટ 3 સેમીથી 20 સેમી વરસાદ સુધી ભારેથી અતિ ભારેનો સંકેત છે. રેડ એલર્ટ 20 સેમીથી વધારે ભારેથી અતિ ભારે વરસાદનો સંકેત છે અને યેલો એલર્ટ 6થી 11 સેમીની વચ્ચે ભારે વરસાદનો સંકેત છે.
આ દરમ્યાન બુધવારે કેરલના કેટલાય ભાગમાં મૂશળધાર વરસાદથી ચાર લોકોના મોત થઈ ગયા. કેરલ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણના જણાવ્યા અનુસાર, રાજ્યભરના વિવિધ જિલ્લામાં વરસાદથી સંબંધિત ઘટનાઓમાં મોતની સૂચના મળી હતી.
શહેરભરમાં કેટલાય રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. કેએસડીએમએ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયા ન ખેડવાની સૂચના આપી છે. પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સતત વરસાદને જોતા કેરલ સ્વાસ્થ્ય વિભાગે મહામારીની રોકથામ ગતિવિધિઓને મજબૂત કરવાના પ્રયાસો અંતર્ગત એક રાજ્ય નિયંત્રણ કક્ષ ખોલ્યો છે.