Sambar Recipe: ઈડલી અને ઢોસાની સાથે ખાવામાં આવતો સાંભાર (Sambar) સાઉથ ઈન્ડિયન વાનગીઓનો જીવ હોય છે. તેનો સ્વાદ અને તેની પ્રસિદ્ધિ એટલી વધુ છે કે દેશના દરેક ખૂણે લોકો સાંભર ખાવાનું પસંદ કરે છે. ઉત્તર ભારત (North India)માં લોકો તેને લોકો પોતાના ઘરે પણ બનાવે છે. ઘરમાં ઉપલબ્ધ તમામ પ્રકારના શાકભાજી, દાળ અને સાંભાર મસાલા ઉમેરીને સાંભાર બનાવવો બેઝિક કોન્સેપ્ટ છે. પરંતુ જો તમે આ સરળ સ્ટેપ્સને ફોલો કરીને સાંભાર બનાવશો તો તમને એકદમ સાઉથ જેવો સાંભારનો સ્વાદ મળશે.
સામગ્રી
- 1 કપ તુવેર દાળ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી તેલ
- પાણી
- ½ ડુંગળી
- છીણેલા ટામેટાં
- કઠોળ
- થોડો સરગવો
- 2 રીંગણા ઝીણા સમારેલા
- કરી પત્તા
- 1 મરચું
- ½ કપ આમલીનો અર્ક
- 2 ચમચી સાંભાર પાવડર
- 1 ચમચી ગોળ
- ½ ચમચી હળદર
- 1 ચમચી મીઠું
- તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી અડદની દાળ
- 2 સૂકા લાલ મરચા
- ચપટી હિંગ
કેવી રીતે બનાવવો સાંભાર?
- સાંભાર બનાવવા માટે સૌથી પહેલા એક પ્રેશર કુકરમાં તુવેર દાળ, હળદર, તેલ અને પાણી નાખો અને બરાબર રંધાઈ જાય ત્યાં સુધી પ્રેશર કુક કરો. પછી કૂકર ઠંડું થઈ જાય પછી તેને ખોલો અને સારી રીતે મેશ કરી લો.
- હવે તેમાં ½ ડુંગળી, 1 ટામેટું, 1 ગાજર, 5 કઠોળ, 1 બટાકું, થોડો સરગવો, 2 રીંગણ ઉમેરો, થોડા કરી પત્તા, 1 મરચું અને પાણી ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ઉકાળી લો.
- જ્યારે પાણીમાં ઉભરો આવી જાય એટલે તેમાં આમલીનો અર્ક, 2 ચમચી સાંભર પાવડર, 1 ચમચી ગોળ, ½ ચમચી હળદર અને 1 ચમચી મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. હવે તેને ઢાંકીને 1 સીટી વાગે ત્યાં સુધી કૂક કરો.
- એકવાર જ્યારે કૂકર ઠંડુ થઈ જાય ત્યારે તેને ખોલો અને મસાલાને તપાસો અને એ પણ ખાતરી કરો કે શાકભાજી સંપૂર્ણપણે રાંધાઈ ગયા છે કે નહીં.
- ટેમ્પરિંગ તૈયાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ કરો અને પછી 1 ચમચી રાઈ, 1 ચમચી અડદની દાળ, 2 સૂકા લાલ મરચાં, ચપટી હિંગ અને થોડા કરી પત્તા ઉમેરો. ટેમ્પરિંગને સાંભાર પર નાખો અને સારી રીતે મિક્સ કરો. તૈયાર છે તમારો ટેસ્ટી સાંભાર.