હાલમાં કોરોનાની વેક્સિનને લઈને કેટલાક સાઈડ ઈફેક્ટ્સના દાવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવે ICMR દ્વારા આવા દાવાઓને ખોટા ગણાવામાં આવ્યા છે. આ સાથે જ ICMRએ કોવેક્સિનના સાઈડ ઈફેક્ટ પર BHUની રિપોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
ICMR દ્વારા કહેવામાં આવ્યું કે, અમે તેને ખરાબ ડિઝાઈન વાળા રિસર્ચ સાથે જોડી શકીએ નહીં, જેનો ઉદ્દેશ્ય કોવેક્સિનની ‘સુરક્ષા વિશ્લેષણ’ રજૂ કરવાનો છે. આ સાથે જ કોરોનાની વેક્સિન કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકએ કહ્યું હતું કે, તેમને બનાવેલી વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
BHUના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોવેક્સિન લેનાર મોટાભાગના લોકો શ્વાસ સંબંધી ઈન્ફેક્શન, બ્લડ ક્લોટિંગ અને સ્કિન સાથે સંબંધિત બીમારીઓથી પ્રભાવિત થયા.
રિસર્ચમાં જાણવા મળ્યું કે, વિશેષ રૂપથી યુવતીઓ અને કોઈ એલર્જીથી પીડિત લોકોને કોવેક્સિનના સાઈડ ઈફેક્ટ્સનો સામનો કરવો પડ્યો છે.
જેને લઈને ICMRના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવ બહલે રિસર્ચના રાઈટર્સ અને જર્નલના એડિટરને પત્ર લખીને તમામમાંથી ICMRનું નામ હટાવવા માટે કહ્યું છે. આ સાથે શુદ્ધિ-પત્ર પણ છાપવા માટે જણાવ્યું છે. તેમને રિસર્ચની ખરાબ કાર્ય પદ્ધતિ અને ડિઝાઇન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.