Loksabha Election 2024 : કથાકાર મોરારી બાપુ વહેલી સવારે મતદાન કરવા પહોચ્યાં હતા. અહીં મતદાન કર્યા બાદ મોરારી બાપુએ મતદારોને પણ મતાધીકારનો ઉપયોગ કરવાની આપીલ કરી હતી. મોરારી બાપુએ આ પ્રંસગે કહ્યું હતુ કે દુનિયામાં આપણા દેશનું લોકતંત્ર ખુબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓ સવારથી જ મતદાન કરવા મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા છે. આ સાથે દેશના વડાપ્રધાન મોદી પણ વહેલી સવારે મતદાન કરવા પહોચ્યાં હતા. આ સાથે દેશના ગૃહમંત્રીઅમિત શાહે પણ મતદાન કર્યું હતું. હવે ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જાણીતા કથાકાર મોરારી બાપુ એ પણ મતદાન કર્યું હતુ. મતદાન કર્યા બાદ મોરારી બાપુએ તમામ લોકોને મતદાન કરવા પીલ પણ કરી છે.
કથાકાર મોરારા બાપુએ કર્યું મતદાન
ગુજરાતભરમાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે કથાકાર અને ભાવનગર વાસી મોરારી બાપુ વહેલી સવારે મતદાન કરવા પહોચ્યાં હતા. અહીં મતદાન કર્યા બાદ મોરારી બાપુએ મતદારોને પણ મતાધીકારનો ઉપયોગ કરવાની આપીલ કરી હતી. મોરારી બાપુએ આ પ્રંસગે કહ્યું હતુ કે દુનિયામાં આપણા દેશનું લોકતંત્ર ખુબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે.
લોકોને કહ્યું રાષ્ટ્ર પ્રતિ ફરજ જરુર પુરી કરજો
એવા આપણા દેશનો આ ચૂંટણી પર્વ ચાલી રહ્યો છે ત્યારે આપણા ગુજરાતમાં મતદાન છે ત્યારે ભારતના નાગરીક તરીકે મે મારી ફરજ અને અધિકાર પુરો કર્યો છે. મતદાન કરવું આપણી રાષ્ટ્ર તરફની નજર છે તેથી ફરી એકવાર લોકોને મતદાન કરવા અપીલ કરુ છું.