Technology News: મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી હાલમાં રિલાયન્સ રિટેલની જવાબદારી સંભાળી રહી છે. રિલાયન્સ રિટેલ એ ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણીએ ઓગસ્ટ 2022માં ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની જવાબદારી સોંપી હતી, ત્યારથી આ કંપની સારું પ્રદર્શન કરી રહી છે.
રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોને વિસ્તારવા માંગે છે અને કંપની ટૂંક સમયમાં હોમ એપ્લાયન્સિસની નવી શ્રેણીમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ રિટેલ ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી, એસી અને અન્ય હોમ એપ્લાયન્સિસના માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે.
રિલાયન્સ રિટેલે તાજેતરમાં Wyzer નામની નવી બ્રાન્ડ લોન્ચ કરી છે. હવે તેણે એર કૂલરની શરૂઆત કરી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, રિલાયન્સ હાલમાં સ્થાનિક કંપની ડિક્સન ટેક્નોલોજીસ અને મિર્ક ઈલેક્ટ્રોનિક સાથે વાતચીત કરી રહી છે, જેની પેરેન્ટ કંપની ઓનિડા છે. માર્કેટ શેરમાં સારી વૃદ્ધિ હાંસલ કરવા માટે, કંપની પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે.