IPL 2024: IPL 2024ની વચ્ચે BCCIએ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વિરાટ કોહલી અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તેની વિકેટ બાદ તે ખૂબ જ નાખુશ દેખાઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પર IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
વિરાટ કોહલી સામે BCCIની મોટી કાર્યવાહી
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલી ફુલ ટોસ બોલ પર આઉટ થયો હતો. તેમનું માનવું હતું કે આ બોલ કમરથી ઉપર છે. પરંતુ અમ્પાયરોએ તેને આઉટ જાહેર કર્યો હતો. તે અમ્પાયરોના આ નિર્ણયથી ખૂબ જ નાખુશ દેખાયો હતો અને પેવેલિયન પરત ફરતા પહેલા દલીલ કરતો પણ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, BCCIએ હવે અમ્પાયરના નિર્ણય સાથે અસંમતિ દર્શાવવા બદલ વિરાટ કોહલી પર મેચ ફીના 50% દંડ ફટકાર્યો છે.
હર્ષિત રાણાના બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની બીજી ઈનિંગની ત્રીજી ઓવર દરમિયાન હર્ષિત રાણાની ઓવરના પહેલા બોલ પર વિરાટ કોહલી સ્લો ફુલ ટોસ બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ રિવ્યુ માંગ્યો અને અમ્પાયરે રિવ્યુ બાદ પણ તેને આઉટ આપ્યો. આને લઈને વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ પછી વિરાટે ગુસ્સામાં અમ્પાયર સાથે વાત કરી અને પેવેલિયન તરફ પરત ફર્યો. આટલું જ નહીં, પેવેલિયન તરફ જતાં તેણે હાથ વડે એક ડસ્ટબીન પણ પછાડી દીધું.
IPLના નવા નિયમો હેઠળ વિરાટ બહાર
હોક-આઈ ટ્રેકિંગ નિયમ, જે નો-બોલની ઊંચાઈને માપે છે, તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લાગુ છે. આ અંતર્ગત ક્રિઝમાં બેટ્સમેનની કમરની ઊંચાઈથી બોલની ઊંચાઈનું મૂલ્યાંકન કરીને નો બોલનો નિર્ણય લેવામાં આવે છે. કોહલી શોટ રમતી વખતે ક્રિઝની બહાર હતો અને બોલ તેની કમરની ઉપર હતો પરંતુ તે નીચેની તરફ આવી રહ્યો હતો. ટીવી અમ્પાયર માઈકલ ગોફે ઊંચાઈ તપાસી અને હોક-આઈ ટ્રેકિંગ અનુસાર, જો કોહલી ક્રિઝમાં હોત તો બોલ કમર નજીક 0.92 મીટરની ઊંચાઈએથી પસાર થઈ ગયો હોત. આ સ્થિતિમાં બોલ કોહલીની કમરની ઊંચાઈ (1.04 મીટર)થી નીચે હોત. આવી સ્થિતિમાં, ગોફને બોલ ટ્રેકિંગ સ્કેલ પર બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈથી ઓછી હોવાનું જણાયું અને તેને આઉટ જાહેર કર્યો.