Stock Market: ભારતીય શેરબજારો મંગળવારે ઉછાળા સાથે ખુલ્યા હતા. બજારના તમામ સૂચકાંકો મજબૂત કારોબાર કરી રહ્યા છે. BSE સેન્સેક્સ 293.95 પોઈન્ટ અથવા 0.40 ટકા વધીને 73,939 પર અને NSE નિફ્ટી 82 પોઈન્ટ અથવા 0.37 ટકા વધીને 22,417 પર હતો. બેંક નિફ્ટી 285 પોઈન્ટ અથવા 0.58 ટકાના વધારા સાથે 49,381 પોઈન્ટ પર છે.
NSE પર સવારે 9:30 વાગ્યા સુધીમાં 1539 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને 420 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઓટો, આઈટી, એફએમસીજી, મીડિયા, રિયલ્ટી, ઈન્ફ્રા, એનર્જી શેરોમાં તેજી છે. જોકે મેટલ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.