- શાળામાં વધતા કોરોના કેસોને લઈ જીતુ વાઘાણીનું નિવેદન
- શાળા કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તો સખ્ત કાર્યવાહી થશે
- શાળામાં ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા કડક સૂચના
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાથી લોકોમાં ડર જવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું કે જો કોઈ શાળા કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમણે શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ આપ્યા છે.
રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર સાતમાં આવેલી ચૌધરી હાઉસ્કૂલમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રસીકરણ અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપી છે. તેમણે રસીકરણની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યુ. આ પ્રસંગે તેમણે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યુ કે, જે શાળાઓમાં એસઓપીનું પાલન નહીં થાય ત્યા કાર્યવાહી થશે. જેમને ઓનલાઈન અભ્યાસ કરવો છે તેમની પણ વ્યવસ્થા છે. શાળામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમા તેમણે શાળાઓને સ્પષ્ટ જણાવ્યું છે કે કોરોનાની માર્ગદર્શિકાનું કડકાઈ સાથે પાલન કરવામાં આવે, જો ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું તો શાળાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ શાળાઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ કરાયા છે.
આજથી ગુજરાતમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના કોબા સ્થિત જી.ડીએમ. કોનવાલા હાઈસ્કૂલ પહોંચ્યા હતા અને શાળામાં કિશોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમએ બાળકોના રસીકરણની કામીગીરી નિહાળી અને બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ સમયે ગાંધીનગરના મેયર, ધારાસભ્ય, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે પણ ઉપ્સથિત રહ્યા.