Soumya Vishwanathan Murder: માધવી વિશ્વનાથને 2008માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ચાર દોષિતોને આપવામાં આવેલા જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની સર્વોચ્ચ અદાલતની બેંચ સૌમ્યાની માતા માધવી વિશ્વનાથનની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે.
કોણ છે ચાર ગુનેગાર?
12 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી હાઈકોર્ટે રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત સિંહ મલિક અને અજય કુમારની સજાને સ્થગિત કરી દીધી હતી અને દોષિત ઠરાવી અને સજાને પડકારતી અપીલો પેન્ડિંગ હોવાથી તમામને જામીન આપ્યા હતા. દોષિતોને રાહત આપતા હાઈકોર્ટે કહ્યું હતું કે તેઓ 14 વર્ષથી કસ્ટડીમાં છે. 23 જાન્યુઆરીએ હાઈકોર્ટે દિલ્હી પોલીસને ચારેય દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલનો જવાબ આપવા કહ્યું હતું.
શું હતો જીગીશા ઘોષ હત્યા કેસ?
કપૂર, શુક્લા અને મલિકને 2009 જિગીશા ઘોષ હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ હજુ પણ જેલમાં છે. એક અગ્રણી અંગ્રેજી સમાચાર ચેનલ માટે કામ કરતી સૌમ્યા વિશ્વનાથનની 30 સપ્ટેમ્બર 2008ના રોજ દક્ષિણ દિલ્હીમાં નેલ્સન મંડેલા માર્ગ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તે સમયે થઈ જ્યારે તે ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી.