- પૂર્વ સી.એમના ગઢમાં સી.એમ. પટેલનો ભવ્ય રોડ શો
- 3.5 કિલોમીટરના રોડ શોમાં ભાજપનું શક્તિ પ્રદર્શન
- રાજકોટ વાસીઓએ ભુપેન્દ્ર પટેલનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું
રાજકોટમાં આજે હાઈ વોલ્ટેજ પોલિટિક શો જોવા મળશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 3.5 કિલોમીટરનો ભાજપનો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. સવારે 10 વાગ્યે સીએમ ભુપેન્દ્ર પટેલ આવી પહોચ્યા હતા. અને તેના બાદ પાંચ પ્રધાનો સાથે રોડ શોનો પ્રારંભ કર્યો હતો. રોડ શોના રૂટ પર અનેક સ્થળોએ ભુપેન્દ્ર પટેલનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે જ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાની સમરસ થયેલ 130 ગ્રામ પંચાયતના સરપંચ, તથા 5 વર્ષથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનુ બહુમાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટવાસીઓ માટે આજે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામુ આજે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તેમજ રોડ શોના રૂટમાં આવતા તમામ રસ્તાઓને નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1 ગ્યાનો સમય રાજકોટવાસીઓ માટે આકરો બની રહેશે. તેઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.
રાજકોટના રાજમાર્ગો પર મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતા. ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથેજ સમગ્ર રાજકોટ દેશભક્તિના રંગે રંગાયુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના રોડ શોમાં રાજકોટની જનતાએ ઉમળકા ભેર ઉમટી પડી મુખ્યમંત્રી પર પુષ્પવર્ષા કરી અદકેરુ સ્વાગત કર્યુ કર્યુ હતું. મુખ્યમંત્રી પટેલ અને નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી. સી. આર .પાટીલે ખુલ્લી જીપમાં લોકો નું અભિવાદન ઝીલ્યું હતું. રાજ્યમંત્રી મંડળ ના મંત્રીશ્રીઓ પણ આ અવસરે જોડાયા હતા.