Places To Visit In Kerala: કેરળ એક એવું સ્થળ છે જે ક્યારેય પણ પોતાની સુંદરતાથી લોકોને નિરાશ કરતું નથી. અહીંના અસંખ્ય નજારા લોકોને દિવાના બનાવી દે છે. કેરળ પોતાના મોટા-મોટા ચા અને કોફીના બગીચાઓથી ભરેલા આકર્ષક હિલ સ્ટેશનોથી ઘેરાયેલું છે, જેને જોવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ પ્રવાસીઓ અહીં જરુર આવે છે. જો તમે કેરળ તમારા પરિવાર કે બાળકો સાથે જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. જ્યાં તમારે જરુર જવું જોઈએ.
Trivandrum Zoo
કેરળ ગયા અને ત્રિવેન્દ્રમ ન જોયું, તો શું જોયું? કેરળની રાજધાની ત્રિવેન્દ્રમમાં આવેલું આ પ્રાણી સંગ્રહાલય 55 એકરમાં ફેલાયેલું છે. આ પ્રાણી સંગ્રહાલયમાં તમને વિશ્વભરના 82 અલગ-અલગ પ્રજાતિઓના વન્યજીવો જોવા મળશે. બાળકોને આવી જગ્યાઓ પર ફરવું ગમે છે. સ્વદેશી પ્રજાતિઓમાં એશિયાઈ સિંહ, સફેદ વાઘ, એશિયાઈ હાથી અને ચિત્તાનો સમાવેશ થાય છે. આ સિવાય જો તમને સાપથી ડર નથી લાગતો, તો અહીં તમે ‘ધ રેપ્ટાઈલ હાઉસ’ જઈ શકો છો. આ એક સાપનું ફાર્મ છે.
Parassinikkadavu Snake Park
જો તમે કેરળના કન્નુર જિલ્લામાં ફરવા જઈ રહ્યા છો, તો બાળકોને આ પાર્કમાં લઈને જઈ શકો છો. આ કન્નુર જિલ્લાનું સૌથી ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે. આ પાર્ક માત્ર કેરળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. આ પાર્કની સ્થાપનાનો હેતુ એવા સાપોને બચાવવાનો છે જે લુપ્ત થતાં જઈ રહ્યા છે.
અહીં તમને કિંગ કોબ્રા, સ્પેક્ટેકલ્સ કોબ્રા અને પાયથોન જેવા ઝેરી અને બિન-ઝેરી સાપ જોવા મળશે. જો બાળકો સાપથી ડરતા નથી, તો તમે તેમને અહીં લઈ શકો છો.
Abhayaranyam Zoo
લીલીછમ હરિયાળી, ઊંચા વૃક્ષો અને ગીચ ઝાડીઓ આ પ્રાણી સંગ્રહાલયને વધુ સુંદર બનાવે છે. આ જગ્યાને પતંગિયાઓ માટે પણ ઓળખવામાં આવે છે. જો તમે બાળકોને સાપવાળી જગ્યાએ લઈ જવા માંગતા નથી, તો અભયારણ્ય પ્રાણીસંગ્રહાલય લઈને જાઓ.
અહીં ગાર્ડનમાં 8 વિવિધ પ્રકારના પતંગિયાઓ જોવા મળશે. પતંગિયાઓને જોવા માટે ગાર્ડનમાં અલગ બટરફ્લાય ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વાંસના વૃક્ષોથી બનેલો એક હરણ પાર્ક પણ છે. બાળકોને હાથીઓ પસંદ હોય છે, તમને અહીં 2થી 50 વર્ષની ઉંમરના હાથીઓ પણ જોવા મળશે.