Drug Seized: ગાંધીધામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની બદીએ શિકંજો જકડયો હોય તે રીતે સતત ડ્રગ્સ સાથે ડ્રગ્સ પેડલરો ઝડપાઈ રહ્યા છે. મોટા ભાગે રાજસ્થાન અને પંજાબથી ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવતું હોવાનું ખૂલ્યું છે. ત્યારે ફરી પોલીસને ડ્રગ્સની ડિલિવરી કરવા અને વેચાણ કરવા આવેલા પંજાબના સીમરનજીતસિંઘ નામના પેડલરને ઝડપી લેવામાં સફળતા મળી છે.
પંજાબથી 32.10 લાખના મૂલ્યનું 64.20 ગ્રામ હેરોઈનની પડીકી બૂટના સોલની અંદર સંતાડીને ગાંધીધામમાં લાવનાર યુવકને પૂર્વ કચ્છ SOGએ ઝડપી પાડયો હતો. પંજાબથી કચ્છમાં ડ્રગ્સ લઈને અગાઉ આવી ચૂકેલા સીમરનજીતસિંઘનો ગાંધીધામનો મિત્ર નિરજ તિવારી પણ પોલીસના સકંજામાં આવ્યો છે.