Vastu Tips: તુલસી માતા મા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. જે ઘરમાં તુલસીના છોડની પૂજા થતી હોય ત્યાં હંમેશા મા લક્ષ્મી વાસ કરે છે. તુલસીના છોડમાં થઇ રહેલા બદલાવ આર્થિક સ્થિતિમાં બદલાવના મહત્ત્વપૂર્ણ સંકેત આપે છે.
હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય તુલસી મા લક્ષ્મીનું સ્વરૂપ છે. પવિત્ર માનવામાં આવતા છોડ તુલસીની દરરોજ પૂજા કરવી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની વિશેષ કૃપા અપાવે છે. આવા જાતકના ઘરમાં ક્યારેય ધન-સંપત્તિની કમી નથી થતી.
આ ઉપરાંત તુલસીના છોડમાં થતાં બદલાવ જણાવે છે કે તમને ધનલાભ થશે કે નુકસાન. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં તુલસીનો છોડ રાખવા, તેની પૂજા કરવાથી લઇને તુલસીમાં થતાં બદલાવો વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે, તુલસીમાં થતાં કયા બદલાવ ધન આગમનના સંકેત આપે છે.
જો ઘરમાં વાવેલો તુલસીનો છોડ અચાનક હર્યોભર્યો થઇ જાય તો સમજી જાવ કે મા લક્ષ્મી તમારા પર મહેરબાન થઇ ગઇ છે. સાથે જ તમને જલ્દી જ અઢળક ધન પ્રાપ્ત થવાનું છે. મા લક્ષ્મીની કૃપાથી તમને ધન-સંપત્તિ, સફળતા મળવાની છે.
તુલસીના છોડની આસપાસ જો નાની-નાની દુર્વા ઉગી જાય તો તે પણ ઘરમાં ધન આગમન અને ખુશખબર મળવાનો સંકેત છે. તમારી આર્થિક સ્થિતિ જલ્દી જ સારી થવાની છે.
તુલસીની ઉપર જો સમય પહેલા માંજર આવી જાય તો સમજી લો કે તમારા ઘરમાં ધન-સમૃદ્ધિ મળવાની છે. માંજરનું આવવું શુભ હોય છે. ધ્યાન રાખો કે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને માંજર જરૂર અર્પિત કરો.
તુલસીના છોડને લઇને આ વાતનું રાખો ધ્યાન: તુલસીનો છોડ કુંડામાં જ વાવો. તુલસીને ક્યારેય સીધી જમીનમાં ન વાવો.
તુલસાની છોડની આસપાસ ક્યારેય ગંદકી ન રહેવા દો. ઝાડુ-પોતુ જેવી વસ્તુઓ ન રાખો. તુલસીના છોડની પાસે ડસ્ટબીન, જૂતા-ચંપલ ન રાખો. તે તુલસીનું અપમાન છે અને મા લક્ષ્મી નારાજ થઇને તમને દરિદ્ર બનાવી દેશે.