- લગેજ અને ચેક-ઇનમાં પણ હવે ચાર્જ લાગશે
- કોરોના બાદ શરૂ થયેલ વિમાન સેવામાં મહત્વની જાહેરાત
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ દરખાસ્ત કરાઇ
દેશમાં કોવિડ કાળ બાદ વિમાની પ્રવાસીઓમાં વધારો થવાથી એરલાઈન્સને જીવતદાન તો મળી જ ગયું છે અને હવે એર ઈન્ડીયા જે ટાટાના હાથમાં જતા હવે પુરી રીતે વ્યવહારીક ધોરણે જ ચાલનાર છે તે પણ સ્પર્ધામાં આવશે તો થોડા સમયમાં રાકેશ ઝુનઝુનવાળાની અકસા- એરલાઈન પણ આવી રહી છે તેથી હવે એરલાઈન્સ નવી સ્પર્ધામાં આવતા તેની સીધી અસર મુસાફરોને થશે. એક તરફ સ્પર્ધાત્મક ભાડાનો લાભ મળશે પણ આગામી દિવસોમાં તમામ એરલાઈન્સ મુસાફરોના જે ચેક-ઈન-લગેજની છૂટ છે તે પણ ચાર્જ વસુલાય તેવી ધારણા છે.
ઈન્ડીગો એરલાઈન્સે આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ તેણે દરખાસ્ત મુકી છે પણ તમામ એરલાઈન્સ હવે તેના પર સંમત થાય તે જરૂરી બનશે. હાલ 7 કિલો સુધીનું ચેક-ઈન-લગેજ છૂટ છે પણ એરલાઈન હવે તેને પણ ચાર્જેબલ બનાવવામાં મોટાભાગની એરલાઈન્સે જે બહારી ભંડોળ આપવાનું હતું તે મેળવી લીધું છે અને કોરોના ગયો છે તેમ માનીને હવે આગામી સમયથી તૈયારી કરવાની છે.