Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા સરહદો પર સુરક્ષાનું મૂલ્યાંકન કરવા ચૂંટણી પંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટોચના અધિકારીઓ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે બેઠક કરશે. આ બેઠક ચૂંટણી પંચની ઓફિસમાં યોજાશે.
આ બેઠકમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મર્યાદા અંગેની તકેદારીની સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે ભારત પાકિસ્તાન, ચીન, નેપાળ અને બાંગ્લાદેશ સાથે તેની સરહદ વહેંચે છે.