Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાંક એવા છોડ છે, જેને ઘરમાં વાવવાથી અને તેને સંબધિત કેટલાંક ઉપાય કરવામાં આવે તો ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થઇ શકે છે. તેમાંથી એક છોડ છે તુલસી. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ હોય જ છે અને દરરોજ તેની પૂજા પણ કરવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસીના છોડ સાથે કેટલાંક છોડ વાવવામાં આવે તો જીવનમાં ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થઇ શકે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસી સાથે કયા છોડ ઘરમાં વાવવા ઉત્તમ હોય છે.
કાળો ધતૂરો
ભગવાન શિવને પૂજાપાઠ દરમિયાન ધતૂરો અર્પિત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ છે જે અનુસાર, કાળા ધતૂરામાં સ્વયં ભગવાન શિવનો વાસ હોવાની માન્યતા છે. તેવામાં ઘરની અંદર કાળા ધતૂરાનો છોડ વાવવામાં આવે તો તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કાળા ધતૂરાને ઘરમાં વાવવાથી વૈવાવિહ સંબંધોમાં મજબૂતી આવે છે અને વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં લાભ અને પ્રગતિ પ્રાપ્ત થાય છે.
આંકડાનો છોડ
આંકડાના ફૂલ ભગવાન શિવને અર્પિત કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આંકડાનો છોડ ઘરમાં વાવવાથી ઘરમાં શુભતા રહે છે અને તેને ઘરમાં વાવવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે. તેને ઘરના આંગણામાં અથવા તુલસીના છોડની આસપાસ વાવવો સૌથી વધુ લાભકારક માનવામાં આવ્યો છે.
કરો આ ઉપાય
જો કોઇ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત છે. તો તેવા વ્યક્તિએ કાળા ધતૂરાના છોડના કેટલાંક ઉપાય કરવા જોઇએ. તેના માટે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઇને આંકડાનો છોડ અને કાળા ધતૂરાના છોડમાં જળ મિશ્રિત દૂધ ચડાવો, વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કાળા ધતૂરાનો છોડ વાવવો અને નિયમિત રૂપે તેની પૂજા કરવાથી કુંડળીમાં પિતૃ દોષથી મુક્તિ મળે છે.