GST Collection : માર્ચ મહિનામાં GST કલેક્શનમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે માર્ચમાં વાર્ષિક ધોરણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો GST કલેક્શન છે.
નાણાકીય વર્ષ 2023-24માં કુલ 20.14 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન
નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 માટે ગ્રોસ GST કલેક્શન 20.14 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 11.7 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે સરેરાશ માસિક ગ્રોસ કલેક્શન ₹1.68 લાખ કરોડ હતું, જે અગાઉના નાણાકીય વર્ષમાં ₹1.5 લાખ કરોડ હતું.
માર્ચ 2024 માટે ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST આવક વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ પર પહોંચી છે. જીએસટી કલેક્શનનો આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ આંકડો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ GST સંગ્રહમાં આ વધારો સ્થાનિક વ્યવહારોમાંથી GST સંગ્રહમાં 17.6 ટકાના નોંધપાત્ર વધારાને કારણે થયો છે.
એપ્રિલ 2023માં સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું.
એપ્રિલ 2023માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું હતું. માર્ચ 2024 માટે રિફંડની GST આવક ચોખ્ખી રૂ. 1.65 લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 18.4 ટકા વધુ છે.