Business News : ભારતમાં મોટાપાયે રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસેને દિવસે તેનો વપરાશ વધી રહ્યો છે. નવો ગેસ સિલિન્ડર લેતા સમયે મોટાભાગના લોકો સૌથી પહેલા એ ચેક કરે છે કે, સિલિન્ડરમાંથી ગેસ લીક તો નથી થઈ રહ્યો ને. આ ઉપરાંત તેનો વજન પણ ચેક કરવામાં આવે છે. પરંતુ ક્યારેય સિલિન્ડરની એક્સયાપરી ડેટ ચેક કરવામાં આવતી નથી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, LPG સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે. આ એક્સપાયરી ડેટ દરેક સિલિન્ડર પર મોટા-મોટા આંકડામાં લખેલી હોય છે. જેને સમજવી બહુ જ જરૂરી છે.
થોડા સમય પહેલા સુધી લોકોએ છાણ અને લાકડા દ્વારા આગ સળગાવીને ભોજન બનાવવું પડતું હતું. પરંતુ હવે મોટાભાગના ઘરોમાં ગેસ સિલિન્ડર આવી ગયા છે. સમયની સાથે આમાં પણ તરક્કી આવી છે. ઘણી જગ્યાઓ પર તો હવે પાઈપલાઈનથી ગેસ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. એટલે કે, સિલન્ડરની ઝંઝટથી છૂટકારો મળી ગયો છે.
ક્યાં લખેલી હોય છે સિલિન્ડરની એક્સપાયરી ડેટ?
જ્યારે પણ સિલિન્ડરવાળો વ્યક્તિ તમારા ઘરમાં ગેસ સિલિન્ડર લઈને આવે તો સૌથી પહેલા તે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરો. સિલિન્ડરની ઉપરની બાજુએ એટલે કે રાઉન્ડવાળા ભાગની નીચે જે પર્ટીઓ હોય છે. તેના પર અંગ્રેજી અક્ષરમાં એક નંબર લખાયેલો હોય છે. આ કોડને એક્સપાયરી ડેટ કહે છે. જ્યારે તમે રાઉન્ડવાળા હિસ્સાની નીચેવાળી પટ્ટી પર જોશો તો, ત્યાં પીળા કે લીલા રંગની એક પટ્ટી દેખાશે. જેના પર સફેદ કે કાળા રંગથી એક નંબર લખેલો હોય છે. જો તમારા ગેસ સિલિન્ડર પર A-25 છે, તેનો અર્થ છે કે, સિલિન્ડર જાન્યુઆરી 2025માં એક્સપાયર થઈ જશે. વાસ્તવમાં, તેના પર લખેલા Aથી D સુધીના અક્ષર મહિના અને નંબલ વર્ષ વિશે જાણકારી આપે છે.
શું હોય છે ABCDનો અર્થ?
આ કોડમાં એબીસીડીને ત્રણ-ત્રણ મહિનાના ક્રમમાં વહેંચવામાં આવ્યો છે. Aનો અર્થ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. આ રીતે Bનો અર્થ છે એપ્રિલ, મે, જૂન. આમ Cનો અર્થ છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. જ્યારે Dનો અર્થ થાય છે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. જો તમારા સિલિન્ડર પર A-24 લખવામાં આવ્યું છે, તો તમારો સિલિન્ડર વર્ષ 2024માં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે એક્સપાયર થઈ જશે. જ્યારે જો D-27 લખેલું છે, તો તેનો અર્થ છે કે, સિલિન્ડર 2027માં ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે સમાપ્ત થઈ જશે. આ પ્રકારે પણ તમે સિલિન્ડરની એક્સપાયરી ડેટ જાણી શકો છો.
તેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ?
સિલિન્ડર પર લખેલી આ તારીખ, ટેસ્ટિંગ તારીખ હોય છે. એટલે કે, આ તારીખમાં સિલિન્ડરને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. જેમાં જોવામાં આવે છે કે, સિલિન્ડર આગળ ઉપયોગ થવા લાયક છે કે નહીં. સિલિન્ડર તપાસ કરતા સમયે તેનો હાઈડ્રો ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત તેને 5 ગણા વધારે પ્રેશરથી ટેક્સ કરવામાં આવે છે. ટેસ્ટિંગ દરમિયાન આવા સિલિન્ડર જે ટેસ્ટિંગમાં નિષ્ફળ થાય છે, તેને નષ્ટ કરી દેવામાં આવે છે.
કેટલી હોય છે સિલિન્ડરની લાઈફ?- સામાન્ય રીતે LPG સિલિન્ડરની લાઈફ 15 વર્ષની હોય છે. સર્વિસ દરમિયાન સિલિન્ડરને બે વાર ટેક્ટ માટે મોકલવામાં આવે છે. પહેલો ટેક્સ 10 વર્ષ બાદ અને બીજો ટેક્સ 5 વર્ષ બાદ કરવામાં આવે છે.