Astrology News: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘણી વાર અજાણતા ઘરમાં એવી વસ્તુઓ ભેગી કરવા લાગીએ છીએ, જે ભવિષ્યમાં ક્યારેય પણ કામ આવતી નથી. આ વસ્તુઓ ઘરમાં મુકીને ભૂલી જઈએ છીએ. આ નાનકડી ભૂલને કારણે ઘર તથા પરિવારના માથે મોટી મુશ્કેલી આવી શકે છે. તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને ખુશ રહેવા માંગો છો, તો આ વસ્તુઓ ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. અહીંયા અમે તમને એવી વસ્તુઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેના કારણે ઘરમાં કંગાળી અને અશાંતિ ફેલાઈ શકે છે. વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખવામાં ના આવે તો પરેશાની થાય છે.
આ વસ્તુઓ ઘરની બહાર ફેંકી દો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા કાચ, તિરાડવાળો કાચ, તૂટેલો પલંગ, નકામા વાસણ, બંધ ઘડિયાળ, ભગવાનની ખંડૂત મૂર્તિ, તૂટેલું ફર્નિચર, ખરાબ ફોટોઝ અથવા ઈલેક્ટ્રોનિક્સ સામાન, તૂટેલો દરવાજો, બંધ પેન રાખવાથી આર્થિક નુકસાનની સાથે સાથે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે.
આ તમામ વસ્તુઓને કારણે પરિવારના સભ્યોની પ્રગતિમાં અડચણ આવે છે. પતિ અને પત્નીના લગ્નજીવન પર પણ અસર પડે છે. આ તમામ વસ્તુઓ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. આ પ્રકારે કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે.
પર્સ કે તિજોરી
પર્સ ફાટેલુ ન હોવુ જોઇએ, તિજોરી તુટેલી ન હોવી જોઇએ. પર્સ કે તિજોરીમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને તેને જોઇને મન પ્રસન્ન થાય છે.