Astrology News: ઘરનો બેડરૂમ ફેમિલી માટે ખુબ ખાસ હોય છે. વાસ્તુ અનુસાર બેડરૂમને જરૂરત હોય છે. વાસ્તવમાં, વાસ્તુ દોષના કારણે ફેમિલી પર ખરાબ અસર પડે છે, એટલા માટે કઈ પણ વસ્તુ મુકતા પહેલા યોગ્ય દિશા જાણી લેવું જરૂરી છે. આપણામાંથી ઘણા લોકો રૂમમાં દેવી દેવતાની તસવીરો લગાવે છે. પરંતુ આપણને એ ખબર હોતી નથી કે આ યોગ્ય છે કે નહિ, વાસ્તુ નિયમ શું કહે છે.
બેડરૂમમાં ભગવાનની તસવીર લગાવવી પ્રતિબંધિત છે. આનાથી આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં ઘણી કડવાશ આવી શકે છે. પરંતુ તેમ છતાં જો તમારે રૂમમાં ભગવાનની તસવીર લગાવવી હોય તો વાસ્તુના નિયમો અનુસાર જ લગાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે તમારા બેડરૂમમાં રાધા કૃષ્ણની તસવીર લટકાવી શકો છો. રૂમમાં તેમની તસવીર લગાવવી શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે ચિત્રમાં એકલા રાધા કે કૃષ્ણનું કોઈ ચિત્ર ન હોવું જોઈએ. તેમની તસવીર જોડીમાં હોય એવી જ લગાવો.
જ્યોતિષશાસ્ત્રમાં બેડરૂમ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. તેથી જ્યાં શુક્ર હોય છે ત્યાં દેવી-દેવતાઓની હાજરી એટલે કે ગુરુ ગ્રહ અશુભ માનવામાં આવે છે. ગુરુને દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે જે શુક્રના વિરોધી છે, તેથી બંનેને સાથે રાખી શકાય નહીં.
બેડરૂમ ક્યાં હોવો જોઈએ?
આ સિવાય બેડરૂમની દિશા દક્ષિણ-પશ્ચિમ હોવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. પરંતુ તમારો બેડરૂમ ઉત્તર-પૂર્વ દિશામાં ન હોવો જોઈએ, કારણ કે તે પ્રાર્થના અને પૂજા રૂમ માટે શુભ માનવામાં આવે છે. આ સિવાય તમારો બેડરૂમ ક્યારેય દક્ષિણ-પૂર્વ દિશામાં ન હોવો જોઈએ. કારણ કે આ અગ્નિ કોણ છે અને આ દિશામાં બેડરૂમ રાખવાથી ઘરમાં ઝઘડા અને ગેરસમજ વધે છે.