Gujarat News: જામનગરના ધ્રોલની GM પટેલ કન્યા છાત્રાલય વિવાદમાં આવી છે. ટ્રસ્ટીઓએ છાત્રાલયમાં વિદ્યાર્થિનીને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને હોસ્ટેલના રૂમમાં જઈને માર માર્યો હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચ્યો છે.
ટ્રસ્ટીએ છાત્રાલયમાં વિદ્યાર્થિનીને માર માર્યાનો આક્ષેપ
વિદ્યાર્થિનીઓએ મદદનીશ ટ્રસ્ટી જેન્તી કગથરા પર માર માર્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રસ્ટી કન્યા છાત્રાલયમાં પરવાનગી વિના પ્રવેશતા હોવાનો આક્ષેપ કરાયો છે. અત્રે જણાવીએ કે, વિદ્યાર્થિનીઓ ફરિયાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
ઘટના બાદ વાલીઓએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે, 10 માર્ચે ઘટના બની હતી. પોલીસે માત્ર અરજી લેવાનું કામ કર્યું હતું. અરજી લીધા બાદ પોલીસે કાર્યવાહી ન કરી. વાલીઓએ ન્યાય અપાવવા માગ કરી છે.
વિદ્યાર્થિનીઓ શું કહે છે ?
વિદ્યાર્થિનીઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જણાવે છે કે, મમતા દીદી જેન્તીને રાત્રે પણ અંદર આવવાની પરમિશન આપે છે. સાથો સાથ તેમણે આક્ષેપ કર્યો કે, અમને અપશબ્દો પણ બોલે છે. અમારે નિયમો લાગુ ન પડતા હોય તેવા નિયમોનું પણ પાલન કરાવે છે. જે વીડિયોમાં જણાવે છે કે, અમારે અલગ રેક્ટર હોવા છતા તેઓ અમને હેરાન કરતા હોય છે