Gujarat News: લોકસભાની ચૂંટણી અગાઉ આજે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મત વિસ્તારના કુલ મળીને ૩૦૧૨ કરોડના વિકાસકામના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામા આવશે.મુમદપુરા જંકશન ઉપર રુપિયા ૧૭.૫૫ કરોડના ખર્ચથી બનાવવામા આવેલા થ્રી લેયર ફલાયઓવર અંડરપાસને ખુલ્લો મુકવામા આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર પશ્ચિમ વિસ્તારના મુમદપુરા જંકશન ઉપર તૈયાર કરવામા આવેલા અંડરપાસના લોકાર્પણની સાથે મણીપુર-ગોધાવી ખાતે રુપિયા ૧૪.૩૫ કરોડના ખર્ચથી તૈયાર કરવામા આવેલા બ્રિજનુ લોકાર્પણ કરવામાં આવશે.અંડરપાસની લંબાઈ ૨૬૬.૭૫૩ મીટર તથા પહોળાઈ ૧૬.૮૦૦ મીટર છે.બંને તરફ સર્વિસ રોડ બનાવવામા આવ્યો છે.
અંડરપાસ ખુલ્લો મુકાયા બાદ મુમતપુરા જંકશન ઉપર ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે.ચાંદલોડીયા-ખોડીયારનગર રેલવે લાઈન ઉપર રુપિયા ૩૪.૬૧ કરોડના ખર્ચથી રેલવે અંડરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીની હાજરીમાં ખાતમૂહુર્ત કરવામાં આવશે.ગોતા તેમજ થલતેજ વોર્ડમાં બનાવવામા આવેલા એલ.આઈ.જી.કવાટર્સનુ લોકાર્પણ કરવામા આવશે.ઉપરાંત ચંડોળા તળાવને ડેવલપ કરવા માટે ખાતમૂહુર્ત કરવામાં આવશે.ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ મળીને રુપિયા ૩૬૭.૪૨ કરોડના કામના લોકાર્પણ તથા રુપિયા ૨૬૪૪.૭૮ કરોડના કામના ખાતમૂહુર્ત કરવામા આવશે.