Gujarat News: આણંદ જિલ્લાના આંકલાવ નજીક આવેલ ઉમેટા નદીમાં આજે સવારના સુમારે એક યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો દેખાતા લોકોમાં નાસભાગ મચી હતી. આ ઘટના બાદ ઉમેટા નદી પટમાં લોકોના ટોળેટોળે દોડી આવ્યા હતા.ઉમેટા પાસે એક એક્ટીવા મળી આવતા પોલીસે પાણીમાંથી લાશને બહાર કાઢી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મૃતદેહ વડોદરાના વોર્ડનં-૧૮ના ભાજપના હોદ્દેદારનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઘટનામાં આંકલાવ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આજે સવારે ઉમેટા પાસેથી પસાર થતી નદીમાં એક યુવાનનો મૃતદેહ તણાતો હોવાથી લોકોની ભીડ ભેગી થઈ હતી. જેની જાણ આંકલાવ પોલીસને થતા કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ જવાનોની મદદથી લાશને પાણીની બહાર કાઢવામાં આવી હતી.આ લાશને પાણીમાંથી બહાર કાઢતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે લાશના ખિસ્સામાં તપાસ કરતા મોબાઈલ મળી આવ્યો હતો. ત્યાર બાદ સ્થળ પરથી પોલીસને એક્ટીવા મળી આવતા અંતે મરણજનાર યુવાનની ઓળખ છતી હતી. આ યુવાન વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતા પાર્થ વિરાભાઈ પટેલ (ઉ.વ. ૩૬)ની હોવાનું ખુલ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેમના વાલી વારસોને બોલાવી લાશની ઓળખ કરાવી તેને પોસ્ટમોર્ટમ માટે આંકલાવ પીએચસી કેન્દ્રએ મોકલી આપી હતી. પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લીધી હતી.
આ ઘટના સંદર્ભે આંકલાવ પોલીસ મથકના તપાસ કરતા પરેશભાઈનો ટેલિફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે,મરણજનારના ખિસ્સામાંથી મળેલી મોબાઈલ ફોન અને સ્થળ પરથી મળેલ એક્ટીવા મળેલું હતું તેનાથી મરણજનારનું નામ ખુલ્યું હતું. પોલીસે મરણજનાર ના વાલી વારસોને મરણજનારના હાથમાંથી સોનાની વીંટી, લક્કી, ગળામાં પહેરેલ ચેઈન અને બીજી વસ્તુઓ સોંપી હોવાની માહિતી જણાવી હતી.
ઘટના સ્થળ પરથી મોબાઇલ અને એક્ટિવ મળી આવ્યું
આ ઘટનામાં પોલીસે સ્થળ પરથી મરણજનાર યુવાનના ખિસ્સામાંથી મળેલ મોબાઈલ અને સ્થળ પરથી મળેલ એક્ટીવા નં. જી જે ૬ એનટી ૮૮૧૫ મળી આવ્યું હતું. જેથી પોલીસે તપાસ કરી તેમના વાલી વારસોને બોલાવી મરણજનાર યુવાનની ઓખળ કરી હતી. વડોદરાથી ભાજપના દંડક અને ટેકેદારો સ્થળ પર દોડી આવ્યા હતા.