National News: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સહિત સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું છે. માહિતી મળી રહી છે કે, આજે જ રાજ્યમાં નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. જો કે, ભાજપ દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જનનાયક જનતા પાર્ટી એટલે કે JJPથી ગઠબંધન તૂટ્યા બાદ પણ ભાજપ અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી શકે છે.
JJPની સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપની નવી સરકારમાં નવા મુખ્યમંત્રી હશે અને તેમાં નાયબ સિંહ સૈનીની લોટરી લાગી શકે છે. કારણ કે, તેમના નામની ચર્ચા સૌથી આગળ છે. જો કે, તે પહેલા કૃષ્ણપાલ ગુર્જરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું.
ભાજપ દ્વારા અર્જુન મુંડા (Arjun Munda) અને તરુણ ચુગ (Tarun Chugh)ને ઓબર્ઝવર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.