Gujarat News: સૌરાષ્ટ્રનો દરિયાકિનારો નશીલા પદાર્થોના લેન્ડીંગ માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ તાજેતરમાં સોમનાથના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયાબાદ આજે પોરબંદરના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી વધુ રૂા. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના અહેવાલો મળી રહ્યા છે.
ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ મધદરિયે સંયુક્ત ઓપેરશન કરીને 480 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ સાથે 6 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હોવાનું જાણવા મળૉી રહ્યું છે. આ બોટને પોરબંદરના દરિયા કાંઠે અથવાતો ઓખા બંદરે લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
રૂા. 480 કરોડની કિંમત
મળતી માહિતી મુજબ પોરબંદરથી આશરે 380 કિલોમીટર મધદરિયે પાકિસ્તાન સરહદ નજીકથી અગાઉ મળેલી બાતમીના આધારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીએ એક શંકાસ્પદ બોટ અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 480 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવેલ છે અને આ બોટમાંથી છ પાકિસ્તાની શખ્સો પણ ઝડપાયેલ હોય આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવી રહ્યાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
સંયુક્ત અભિયાન
અત્રે ઉલ્લેખનીય છે કે, કોસ્ટગાર્ડ, એટીએસ અને નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરોએ જોઈન્ટ ઓપરેશન કરીને અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આજે ઈન્ટલીજન્સના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. ડોર્નિયર એરક્રાફ્ટથી તાજેતરમાં જ વેરાવળ ખાતે પકડાયેલ ડ્રગ્સ બાબતે પણ ઈનપુટ્સ આપવાઆવ્યા હતાં.